તા. 26 ઓગસ્ટ 2023થી 1 સપ્ટેમ્બર 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 25th August 2023 07:18 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ તમારી અંગત મુશ્કેલીઓને તમારા કાર્યથી દૂર રાખશો તો ફાવશો, નહીં તો ના ઘરના કે ના ઘાટના જેવી પરિસ્થિતિમાં ફસાઈ જશો. પાછલી ભૂલોમાંથી બહાર આવીને નવા જોશ અને હોંશથી કામગીરી કરવી જરૂરી રહેશે. આર્થિક રીતે હજી સમય તમારા પક્ષમાં નથી. તેમ છતાં કોઈ મોટી મુશ્કેલી રહેશે નહીં. નોકરિયાત વર્ગને સહકર્મચારી સાથે તાલમેલ બનાવી આગળ વધવાથી ફાયદો રહેશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહના ગ્રહયોગોની અનુકૂળતા તમારી તરફેણમાં રહેશે. નવી કામગીરી હાથ ધરવાનું વિચારી રહ્યા હશો તો એમાં અચૂક સફળતા પ્રાપ્ત કરશો. ફાઈનાન્સિયલી પણ આ સમય ખૂબ હકારાત્મક સાબિત થાય. કૌટુંબિક જવાબદારીમાં વધારો જોવા મળે. માંગલિક પ્રસંગોને કારણે વ્યવસ્તતા વધે. નોકરી-વ્યવસાયોમાં લાભકારક સમય જોવા મળશે. ભાગીદારીથી ફાયદો.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ અઠવાડિયું શારીરિક રીતે તમને વધુ સ્વસ્થ અને મજબૂત બનાવશે. ઘણાં સમયથી ચાલી આવતી સમસ્યાનો હવે અંત આવતો દેખાય. તમારા પ્રયત્નો સફળ થતાં જોવા મળે. કરિયરલક્ષી નિર્ણયો લેવામાં વડીલોની સલાહથી આગળ વધવું હિતાવહભર્યું છે. આર્થિક રીતે મધ્યમ સમય છે. ધંધાકીય કામગીરીમાં ચોક્કસ નીતિ બનાવીને આગળ વધશો તો લાભમાં રહેશો. ધાર્મિક પ્રવૃત્તિને કારણે મન પ્રફુલ્લિત રહેશે.
• કર્ક (ડ,હ)ઃ કોઈના ઉપર પણ અતિ વિશ્વાસુ બનીને કામગીરી કરશો તો નુકસાની ભોગવશો. આથી કાળજી જરૂરી છે. નાણાકીય વ્યવહારોમાં શક્ય હોય એટલી સાવચેતી રાખીને આગળ વધશો. નોકરિયાતને વૃદ્ધિ કે ઉચ્ચ હોદ્દા માટે તનતોડ મહેનત કરવી પડે. વિદ્યાર્થી વર્ગે થોડું સંભાળીને આગળ વધવું. કોર્ટ-કચેરીના અટવાયેલા કાર્યોમાં થોડો વધુ સમય બરબાદ થાય.
• સિંહ (મ,ટ)ઃ તમારી આજુબાજુનો માહોલ માનસિક બેચેની અને તણાવની અનુભૂતિ કરાવે. ઉતાવળા નિર્ણય ન લેવાની સલાહ રહેશે. આર્થિક વ્યવહારોમાં સમતુલા જાળવવી અતિ આવશ્યક રહેશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો ચાલુ રાખશો. નોકરિયાત વર્ગે સહકર્મચારી સાથે વિખવાદ ટાળવા સલાહ છે, નહીં તો નુકસાની સહન કરવી પડી શકે છે. કૌટુંબિક કાર્યોમાં થોડાઘણા અંશે રાહત જોવા મળે. સ્વાસ્થ્ય અંગે થોડી વધુ કાળજી જરૂરી.
• કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી મુશ્કેલીઓ અને પરેશાની દૂર થતી જોવા મળશે. કોઈ અકલ્પ્ય શક્તિઓ આપને સહાય કરે. મિત્રો તેમજ વડીલો પણ મદદરૂપ બની રહેશે. આર્થિક રીતે વધુ સદ્ધરતા પ્રાપ્ત કરવાના તમારા પ્રયત્નો સફળ થાય. વ્યાપારના ક્ષેત્રમાં આપના નિર્ણયોની પ્રશંસા થાય. આથી માનસિક શાંતિનો અનુભવ કરી શકશો. માંગલિક પ્રસંગોને કારણે ઘરમાં ચહલપહલ વધે. લગ્નવાંચ્છુઓને જીવનસાથીની શોધખોળ પુરી થતી જોવા મળે.
• તુલા (ર,ત)ઃ આ સમય દરમિયાન ગ્રહયોગો તમારી તરફેણમાં રહેશે. પ્રગતિના નવા માર્ગો ખુલતાં જોવા મળશે. વ્યાપારિક ક્ષેત્રોમાં સફળતાના નવીન શીખરો સર કરી શકશો. નાણાંકીય આયોજન સફળતાપૂર્વક પાર પડશે. લોન વિગેરે માટેની કાર્યવાહીઓ આગળ વધશે. નોકરિયાત વર્ગને નવી જગ્યાએ અથવા તો બઢતીના ચાન્સીસ છે. કારકિર્દી ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી શકશો. માતાપિતા સાથે સારો સમય પસાર કરી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં તમારી પ્રાથમિકતા નક્કી કરીને કામગીરી આગળ વધારશો તો અચૂક સફળ થશો. દરેક બાજુ દોડવા કરતાં કોઈ એક ચોક્કસ માર્ગ પકડીને આગળ વધવાનું સલાહભર્યું રહેશે. પરિવાર અને આર્થિક જવાબદારીઓ સતત ધ્યાન માંગી લેશે. નોકરીમાં નવી શરૂઆત તેમજ કાર્યવૃદ્ધિ થકી સફળતા અને લાભ મેળવી શકશો. જમીન-મકાન કે પ્રોપર્ટી રિલેટેડ અટવાયેલા પ્રશ્નોનું નિરાકરણ મળશે. સંતાનો બાબતે થોડીઘણી ચિંતા રહેશે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ તમારી આસપાસના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે, જે તમારી માનસિક પરિસ્થિતિમાં બદલાવ લાવશે. મનની વાત મનમાં ન રાખતાં યોગ્ય વ્યક્તિ સાથે શેર કરશો તો હળવાશ અનુભવશો. આર્થિક પરિસ્થિતિ સુધરતી જોવા મળે. નોકરી-વ્યવસાયમાં નાણાકીય જોગવાઈ ઊભી કરવાનાં નવા સાધનો પ્રાપ્ત કરી શકાય. જીવનસાથી સાથેના સંબંધોમાં એકમેકના સહયોગથી વાતાવરણને મધુર બનાવી શકશો.
• મકર (ખ,જ)ઃ સમય થોડો ચેલેન્જિંગ રહેશે. કેટલીક વિપરિત પરિસ્થિતિનો સામનો કરવો પડે, પરંતુ તમારો આત્મવિશ્વાસ ટકાવી રાખીને એની સામે લડવાનો પ્રયત્ન કરશો તો અવશ્ય યોગ્ય પરિણામ મેળવશો. વ્યવસાયમાં તમારી મહેનતનું ફળ મેળવતાં હજી થોડી વાર લાગશે. નોકરીમાં બદલી-બઢતીના પ્રસંગો બને. કોર્ટ-કચેરીના કાર્યો ઉકેલાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ ઘણા લાંબા સમય પછી જે લાભની રાહ રાહ જોતા હતા એ હવે મળવાના શરૂ થાય. કોઈ મિત્ર સાથેની મુલાકાત જીવનભરનું સંભારણું બની રહે. જોકે વ્યવસાય-નોકરીના સ્થળે અકારણ વાદ-વિવાદની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, જેથી સંભાળીને રહેવું. આર્થિક ક્ષેત્રે જોઇએ તો, ખર્ચાઓ વધવાની શક્યતાઓ રહેશે. પ્લાનિંગથી આગળ વધવું સલાહભર્યું છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં સ્વાસ્થ્યને લઈને થોડીઘણી મુશ્કેલીઓ રહેશે. જો શાંતિપૂર્ણ વાતાવરણમાં રહેશો તો નવી ઊર્જા અને તાજગી મહેસૂસ કરશો. વ્યવસાયમાં જેટલો બને તેટલો વધુ સમય આપવાનો પ્રયત્ન કરશો તો ફાયદો મેળવી શકશો. આર્થિક ક્ષેત્રે પરિસ્થિતિમાં સકારાત્મક બદલાવ જોવા મળશે. પ્રવાસ-પર્યટનના આયોજનથી મન પ્રફુલ્લિત બનશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter