તા. 26 માર્ચ 2022થી 1 એપ્રિલ 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 25th March 2022 05:58 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં કોઈ સર્જનાત્મક અને અગત્યની કામગીરી સફળ બનશે. હાથ ધરેલાં કાર્યોમાં સફળતા મળશે. આવક કરતાં ખર્ચ વધશે. સામાન્ય નાણાંભીડ રહેશે. નોકરી-ધંધાના ક્ષેત્રે આ સમય પ્રગતિકારક રહેશે. નોકરિયાત વર્ગની મુશ્કેલીઓ ઓછી થશે. જીવનસાથી સાથે સામાન્ય વિચાર મતભેદ થવાની શક્યતા રહેશે. સંતાનોના પ્રશ્નો હલ થશે. સામાજિક કાર્યોમાં સફળતા મળશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં તમારો આત્મવિશ્વાસ વધશે. મક્કમ મનોબળ દ્વારા સફળતા સાંપડશે. અટવાયેલાં કાર્યોનો ઉકેલ આવશે. વિરોધીઓના હાથ હેઠાં પડશે. નવી નોકરી મેળવવાના પ્રયત્નો સફળ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપાર-ધંધામાં સામાન્ય ચઢાવ-ઉતાર રહે. વડીલોની ચિંતા રહેશે. મોસાળ પક્ષથી લાભ રહેશે. ખોટી ચિંતાઓને કારણે તંદુરસ્તી પર અસર થાય.
મિથુન (ક,છ,ઘ)ઃ ભાગ્ય બળે ઘણું બધું પ્રાપ્ત થશે. મનમાં ચિંતા અને અશાંતિનો ભાર રહેશે. જોકે કોઈ સમસ્યા હશે તો એનો ઉકેલ આવશે. બદલી અને બઢતીમાં સફળતા મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં તમામ પ્રયત્નો ફળદાયી બને. પૈતૃક સંપત્તિ અંગેના વાદવિવાદનો ઉકેલ આવશે. ગૃહજીવનમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે. સંતાન અંગેની ચિંતાનું નિરાકરણ થશે. વડીલ વર્ગની ચિંતા ઓછી થશે.
કર્ક (ડ,હ)ઃ આ સમયમાં કૌટુંબિક તેમજ નાણાંકીય બાબત અંગે મુશ્કેલી આવવાની સંભાવના રહેશે. ઉઘરાણી તેમજ લેણી રકમ પ્રાપ્ત કરી શકશો. તમારી નોકરીના ક્ષેત્રે નવા પ્રશ્નો ઊભા થતા જણાશે. સામાન્ય આર્થિક સમસ્યા રહેશે. બદલી અથવા સ્થળાંતરના યોગ છે. ધંધા-વેપાર માટે પ્રતિકૂળ સંજોગો જણાશે. વિવાહની બાબતો ઉકેલાશે. મિત્રોથી સારો મનમેળ રહે.
સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહે નવા પ્રશ્નો ઊભા થશે. આર્થિક મૂંઝવણને કારણે માનસિક ચિંતા રહેશે. નવી નોકરી મેળવી શકશો. ઘરના કામકાજમાં વિઘ્ન આવવાની શક્યતા રહે. લાંબો પ્રવાસ થશે. તબિયત અંગે કાળજી રાખવી. વિદ્યાર્થી વર્ગને મહેનતના પ્રમાણમાં ધાર્યું ફળ ન મળે. સંતાનોના પ્રશ્નો હલ થાય. વડીલોની ચિંતા રહેશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં તમારા કાર્યોમાં સફળતા મળશે. તમારા પ્રયત્નો સાથ આપી શકે છે. સ્નેહીજનો તેમજ મિત્રોની મદદ મળી રહેશે. સરકારી કામોમાં હજુ તમારું ધાર્યું થાય નહીં. વધુ મહેનત કરવી પડશે. ઉપરી અધિકારીનો સહકાર મળી શકશે. આપની મિલકતની સમસ્યાનો ઉકેલ આવશે. આવકમાં વૃદ્ધિ થતી જણાય. વેપારી વર્ગને સારું રહેશે. વડીલોપાર્જિત પ્રોપર્ટી માટે અવરોધો રહેશે. વિદ્યાર્થી વર્ગને સારું રહેશે.
તુલા (ર,ત)ઃ આ સમયમાં તમારી મહેનતનું ધાર્યું ફળ ન મળે. માનસિક ટેન્શન રહેશે. ખોટા ખર્ચ ન કરવા. આવકના પ્રમાણમાં જાવક વધુ રહેશે. જોકે, આર્થિક પાસું સારું રહેશે. સહ કર્મચારી સાથે તણાવ ઊભો થશે. નોકરિયાત વર્ગને સારું રહેશે. ગૃહજીવનના પ્રશ્નો શાંતિથી ઊકેલી શકાશે. નવા પ્રવાસનું આયોજન થાય. માંગલિક પ્રસંગો થવાની શક્યતા રહેશે. આરોગ્ય અંગે સાચવવું.
વૃશ્ચિક (ન,ય)ઃ આપના અધૂરાં રહેલાં કાર્યો પૂર્ણ થાય. અટવાયેલા લાભ મેળવી શકશો. ધંધા અથવા નોકરીને લગતી મૂંઝવણનો ઉકેલ આવશે. નાણાંકીય પરિસ્થિતિ સુધરશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં ધાર્યું પરિણામ ન મળે. સગાં-સ્નેહીથી સારું રહેશે. સંતાનોની ચિંતા રહેશે. વેપારી વર્ગને વધુ મહેનત કરવી પડે. આકસ્મિક ધનલાભ મળી શકે છે. વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ મળશે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં માનસિક ચિંતા દૂર થશે. આર્થિક દૃષ્ટિએ આ સમય સારો રહેશે. જમીન-મિલકતના કાર્યોમાં વિલંબ થાય. નોકરીની ચિંતા રહેશે. ઉતાવળા નિર્ણયો લેશો તો પસ્તાવું પડશે. નાણાંકીય લેવડદેવડમાં કાળજી રાખવી. વેપારી વર્ગને સારો લાભ પ્રાપ્ત થઈ શકશે. સ્નેહી-સ્વજનોનો સહકાર મળી શકે. આરોગ્ય અંગે કાળજી રાખવી. સંતાનોનો સાથ મળશે.
મકર (ખ,જ)ઃ આ સમયમાં આપની આર્થિક સ્થિતિ સુધરતી જણાય. ધંધાકીય દૃષ્ટિએ આ સમય શુભ રહેશે. નોકરિયાત વર્ગને સામાન્ય અવરોધ રહેશે. ઉપલા અધિકારીઓની મદદ મળી રહેશે. વડીલોની ચિંતા રહેશે. નાણાંકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું જરૂરી રહેશે. ભાતૃ અને સ્નેહી વર્ગનો સહકાર મળી રહેશે. પ્રવાસના યોગો રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સમયમાં આપને ધાર્યું પરિણામ મળે. તમારી મહેનતનું ફળ મળશે. વિરોધીઓથી સાચવવું. નોકરીના પ્રશ્નોનો નિકાલ આવતો જણાય. આર્થિક સદ્ધરતા સારી રહેશે. આવકના પ્રમાણમાં ખર્ચ થશે. કૌટુંબિક ચિંતાઓ દૂર થશે. સરકારી કામોમાં વિઘ્ન આવશે. સંતાનોના કામમાં સફળતા મળે. વિદ્યાર્થી વર્ગને સારું રહેશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં મહત્ત્વના કાર્યોમાં સફળતા રહેશે. સપ્તાહ દરમિયાન આર્થિક સુખાકારી સારી રહેશે. આરોગ્ય અંગે થોડી ચિંતા રહેશે. જીવનસાથીનો સહકાર સારો મળી રહેશે. સગાં-સ્નેહીઓ સાથે વાદ-વિવાદથી દૂર રહેવું. આવકનું પ્રમાણ વધારી શકશો. બિઝનેસમાં સારી સફળતા રહેશે. જોકે, સામાન્ય અવરોધ આવશે. મહેનત વધારે કરવી પડે. સંતાનોની મદદ મળી રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter