તા. 27 ઓગસ્ટ 2022થી 2 સપ્ટેમ્બર 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 26th August 2022 07:06 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન પરિસ્થિતિને અનુકૂળ થઈને કામગીરી કરવી. વિચારશક્તિને બાજુ પર રાખી તમારા કામ પર ધ્યાન આપશો. પૈસાની દૃષ્ટિએ તમારો આ સમય સકારાત્મક રહેશે. અણધાર્યા લાભ પ્રાપ્ત કરી શકાય. નોકરી-વ્યવસાયમાં કોઈ નજીકની જ વ્યક્તિ તરફથી દગો થઈ શકવાની સંભાવના રહેશે. પરિવારના સભ્યો માટે પણ સમય આપવો જરૂરી રહેશે. શેરમાર્કેટમાં હમણાં કોઈ પણ પ્રકારનું જોખમ લેવું હિતાવહભર્યું રહેશે નહીં.

• વૃષભ (બ,વ,ઉ)ઃ કોઈ પણ પ્રકારની ઉતાવળમાં લીધેલો નિર્ણય તમને જ નુકસાન પહોંચાડી શકે છે, જેથી ધ્યાન રાખવું. લાંબા સમયથી સતાવતી સમસ્યાનો અંત આવશે. કોઈ નજીકના મિત્રથી શુભ સમાચાર મળે. નોકરીના ક્ષેત્રમાં આપની લાગણીઓને કાબૂમાં રાખીને કામગીરી કરવી. વ્યવસાયિક રીતે આ સમય સફળ રહેશે. નવા રોકાણોથી લાભ મળે. સ્વાસ્થ્ય પણ સુધરતું જણાશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનો લ્હાવો મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન ખર્ચમાં વધારો જોઈ શકશો. આથી મનોસ્થિતિ પર પણ થોડી અસર પડશે. જોકે, અગાઉથી જ પદ્ધતિસર આગળ વધ્યા હશો તો કોઈ ખાસ મુશ્કેલી સહન નહીં કરવી પડે. વ્યવસાયમાં આ સમય દરમિયાન કેટલીક મહત્ત્વપૂર્ણ યોજના પર કામ હાથ ધરી શકશો. મકાનના રિનોવેશનનું કામ પણ આગળ ધપાવી શકશો. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મેળવી શકશો.
• કર્ક (ડ,હ)ઃ આ સમય ગ્રહયોગોની રીતે લાભદાયક રહેશે. મહેનતનું પરિણામ ભોગવવાનો હવે સમય આવી ગયો છે. વ્યવસાયિક રીતે કોઈ મોટી કંપનીઓ સાથે કામ કરવાની ઈચ્છા ધરાવતા હશો તો તમારા પ્રયત્નો સફળ થાય. નોકરીના કારણે થોડી દોડધામ વધશે. જીવનસાથી સાથે મતભેદો હશે તો તે દુર થશે. નાણાંકીય રીતે સમય મધ્યમ રહેશે.
• સિંહ (મ,ટ)ઃ આ સમયમાં પરિવારના સભ્યો સાથે કોઈ ખાસ યોજનાને લગતી ચર્ચા-વિચારણા કરી શકશો. તમારી કાર્યશૈલીમાં પણ સારા એવા ફેરફાર જોવા મળે. નાણાંકીય કામગીરીની જવાબદારી તમારા શિર પર રહેશે જેમાં પરિવારની મદદ મેળવી શકશો. વ્યવસાયમાં પરિસ્થિતિને અનુકૂળ થઈને થોડી ધીરજ રાખી કામગીરી કરવી. કારકિર્દી વિષયક નિર્ણયો લેતી વખતે કોઈ યોગ્ય વ્યક્તિની સલાહ લઈ આગળ વધશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આસપાસનું વાતાવરણ તમને અકળાવનારું લાગે, જે તમારા મન પર ભારણ વધારી શકે છે. જે કંઈ પણ ખોટું થયું હોય તેને ભૂલીને આગળ વધવાનો પ્રયત્ન કરવો. નાણાંકીય રીતે થોડીઘણી રાહતવાળી પરિસ્થિતિ રહેશે. આપના બાકી લેણાં પરત મળે. કાર્યસ્થળ ઉપર કામ કરવા માટે તમારે કોઈ નવી યોજનાઓ બનાવવી પડશે. પરિવાર સાથે બે-ત્રણ દિવસના પ્રવાસનું પણ આયોજન કરી શકો છો.
• તુલા (ર,ત)ઃ સ્વાસ્થ્યને લઈને જે કોઈ સમસ્યા હતી તેનો હવે અંત આવશે. મુશ્કેલીનો સમય હવે દૂર થતો જોઈ શકશો. આર્થિક રીતે પરિસ્થિતિનું બેલેન્સ બનાવવામાં સફળ થવાય. જો કોઈ મોટી ખરીદી કરવાનું વિચારતા હો તો થોડી રાહ જોવી. નોકરી-વ્યવસાયમાં તમારા વિરોધીઓ હવે શાંત થાય. સમયનો સાથ મેળવી શકશો. થોડી આધ્યાત્મિક વિચારસરણી ઉપર પણ ધ્યાન રાખશો તો બાકીની સરળતા આપોઆપ થતી જશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ શારીરિક અને માનસિક રીતે આ સમય તમારા માટે સારો છે. શિસ્તબદ્ધ જીવન રાખશો તો દરેક કાર્યમાં સફળ થઈ શકશો. આર્થિક ખર્ચાને પહોંચી વળવા માટેના નવા રસ્તાઓ શોધવામાં સફળ થશો. થોડું આયોજનથી ચાલશો તો કોઈ મુશ્કેલી રહેશે નહીં. વ્યવસાયમાં થોડી કાળજી રાખવી, નહીં તો કોર્ટ-કચેરીમાં ફસાવાનો ભય રહેશે. નોકરિયાત વ્યક્તિઓને બઢતીના ચાન્સ રહેશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારો આ સમય ખાસ કરીને પરિવારજનો સાથે તેમજ ધાર્મિક-આધ્યાત્મિક કાર્યોમાં પસાર થાય. તમારામાં નવી ઊર્જાનો સંચાર થશે. આર્થિક પ્રગતિના તમારા પ્રયત્નો હવે સફળ થાય. નોકરીના સ્થળ પર અતિ વિશ્વાસુ બની કામગીરી કરશો નહીં. પતિ-પત્ની વચ્ચેના સંબંધો સુધરતા જોવા મળે. તમારા મનની ઈચ્છાઓ પૂરી કરી શકશો. સંતાનોના મામલે થોડી ચિંતા રહેશે.
• મકર (ખ,જ)ઃ તમારો આ સમય રચનાત્મક પ્રવૃત્તિઓમાં પસાર થાય. ખાસ કરીને કામગીરીની દ્રષ્ટિએ કોઈ નવીન યોજનાઓ પર કામ શરૂ કરી શકશો. આર્થિક રીતે પરિસ્થિતિ યથાવત્ રહેશે. ઘરમાં કોઈ નવા સાધનો વસાવવાની ઈચ્છા હવે પૂરી શકશો. વ્યવસાયમાં તમારા લક્ષ્યને પહોંચી વળવા માટે ખૂબ મહેતન જરૂરી રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય કોઈ સારા સમાચાર લઈને આવશે.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ સમય લાભકારક છે. કોઈ પણ કાર્ય હાથ ધરશો એમાં સફળતા મેળવી શકશો. મકાન-મિલકતને લગતા વિવાદોનો અંત આવશે, જે તમારા માટે લાભદાયક રહેશે. આર્થિક સ્થિતિમાં અણધાર્યા ફેરફાર જોઈ શકશો. નોકરી-વ્યવસાયમાં તમારી કામગીરીના વખાણ થાય. તમારી સૂઝબૂઝ અને આવડતથી સફળતા પ્રાપ્ત કરી શકશો. પ્રવાસ-પર્યટનનું આયોજન પણ થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય દરમિયાન તમામ પ્રકારના નકારાત્મક વિચારોથી દૂર રહેજો. તમારું ધ્યેય નક્કી કરી તેના ઉપર કામગીરી કરવી ફાયદાકારક રહેશે. નાણાંકીય રીતે સારા એવા લાભ પ્રાપ્ત કરી શકશો. જમીન-મકાનની ખરીદી બાબતે પણ સારો સમય રહેશે. વ્યવસાયમાં નવા પ્રોજેક્ટ્સ પર કામ હાથ ધરી શકાય. સંતાનોના લગ્નવિષયક બાબત પણ ચર્ચા આગળ વધશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter