તા. 30 જુલાઇ 2022થી 5 ઓગસ્ટ 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 29th July 2022 06:20 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ આ સમય દરમિયાન અધૂરા કામકાજ પૂર્ણ કરી શકશો. સતત પ્રવૃત્તિશીલ અને સક્રિય રહેશો. વ્યવસાયના કામકાજો તેજી પકડશે. નાણાંકીય મદદ મળી રહે. પરિવારના સભ્યો તરફથી જરૂરી સહાય મેળવી શકાય. નોકરીમાં કામની નોંધ લેવાશે. પ્રગતિકારક તકો હાથ આવશે. મકાનના રિનોવેશન-સાજસજાવટની ઈચ્છાઓ હવે પૂર્ણ થતી જોવા મળશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આપના ગ્રહયોગો કામગીરીને વધુ સરળ બનાવશે. પ્રગતિ અને સફળતા આપના કદમ ચૂમે. વ્યાપારિક ક્ષેત્રમાં નવીન સફળતાના શિખરો સર થાય તેવી તકો મળશે, જેને ચૂકી જતાં નહીં. ભાગીદારીથી પણ સફળતા મળતી જોવા મળે. કોર્ટ-કચેરીના અટવાયેલા કામકાજો હવે પૂરાં થતાં જોઈ શકશો. કારકિર્દીને અનુલક્ષીને કોઈ સારા સમાચાર મેળવી શકાય. આર્થિક પરિસ્થિતિમાં સુધારો જોઈ શકશો.

• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં થોડી વધુ હિંમત રાખી કામગીરી કરવી હિતાવહભર્યું રહેશે. મનને મક્કમ અને દ્રઢ બનાવી આગળ વધશો તો ફાવશો. પૈસાની તકલીફ હવે થોડા અંશે ઓછી થતી જોઈ શકાય, પરંતુ હજી ધારેલી સફળતા માટે થોડી રાહ જોવી પડશે. નોકરી-વ્યવસાયમાં મહેનત ખૂબ કરવી પડશે. વાહનથી થોડુંક સંભાળવું. પ્રવાસ-પર્યટનમાં સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી.

• કર્ક (ડ,હ)ઃ આ સમય દરમિયાન આપની અંગત સમસ્યાઓ તેમજ મૂંઝવણોમાંથી છૂટકારો મેળવી શકશો. કામગીરી ઘણા ઉત્સાહથી આગળ વધારી શકશો. વ્યવસાયિક કામગીરીમાં સફળતાના નવા શિખરો સર કરી શકાય. નોકરિયાત વ્યક્તિઓને નવી જગ્યાએ થોડું સહન કરવું પડે. જોકે તમારી સૂઝબૂઝથી કામગીરી આગળ વધારી શકશો. મકાન-પ્રોપર્ટીની સમસ્યાઓ હવે દૂર થાય. નવી ખરીદી શક્ય બને.

• સિંહ (મ,ટ)ઃ આ સમયમાં સ્વાસ્થ્ય પ્રત્યેની તમારી સજાગતામાં વધારો જોવા મળશે. કામકાજની દ્રષ્ટિએ સમય અનુકૂળ છે, પરંતુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય પણ એટલો જ મહત્ત્વપૂર્ણ રહેશે. વડીલોની સહાયતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સમસ્યાને લંબાવવા કરતાં એનો અંત લાવવો આપના માટે ફાયદાકારક રહેશે. જમીન-મકાન સંબંધિત પ્રશ્નો થોડાઘણા અંશે દૂર થાય. આવકની દૃષ્ટિએ સમય આપને સાથ આપે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી મનોસ્થિતિ હવે શાંત થતી જોઈ શકો. નક્કામા વિચારો પર કાબૂ મેળવવા માટે ધ્યાન, યોગ, કસરતનો સહારો લઈ શકો છો. તણાવ દૂર થતાં પરિસ્થિતિ આપોઆપ સાનુકૂળ બનતી જોઈ શકશો. ધંધાકીય કામગીરીમાં પણ હવે કોઈ સારી તકો પ્રાપ્ત થાય. આર્થિક મુશ્કેલીમાં બહાર નીકળવા માટે રસ્તા ખુલતાં જોવા મળે. વિદ્યાર્થીઓને સારા પરિણામ પ્રાપ્ત થાય. પ્રવાસનું આયોજન સફળ થાય.

• તુલા (ર,ત)ઃ સપ્તાહની શરૂઆતમાં થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. બાદમાં પરિસ્થિતિ સુધરતી જોઈ શકશો. નાણાંકીય રીતે થોડીઘણી રાહત મળે. અધૂરી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો. વ્યવસાયિક રીતે નવી યોજનાઓ ઉપર કામ શરૂ કરી શકાય, પરંતુ ભાગીદારી સાથેના વ્યવહારો ખૂબ સાચવીને કરવા. નોકરીમાં બદલાવ કે બઢતીની ઈચ્છાઓ હવે સફળ થતી જોઈ શકશો. માતા-પિતા સાથે સુખદ સમય પસાર કરશો.

• વૃશ્ચિક (ન,ય)ઃ મનની મુશ્કેલીઓને દૂર કરવા માટે તમારે જાતે જ પ્રયત્ન કરવા પડે. જીવનસાથી સાથે ખુલીને વાતચીત કરશો તો કોઈ હલ પ્રાપ્ત કરી શકશો. વ્યવસાય-નોકરીમાં તમારા કામને લઈને વખાણ થાય. વાહનની ખરીદીની ઈચ્છાઓ અહીં પૂર્ણ થાય. નાણાંકીય રીતે નવા રોકાણો કરવા માંગતા હો તો હજી થોડો સમય રાહ જુઓ. કોઈ શુભ પ્રસંગોને કારણે ઘરનું વાતાવરણ આનંદમય રહેશે.

• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારા વિચારો જ તમારા મનની શાંતિને ડગમગાવી શકે છે જેથી કરીને આત્મવિશ્વાસ અને શાંત મન રાખીને કોઈ પણ કામગીરી કરશો તો સફળતા પ્રાપ્ત કરી શકશો. તમારી નાણાંકીય પરિસ્થિતિમાં બદલાવ જોઈ શકશો. બાકી નીકળતાં નાણાં પરત મેળવી શકશો. નોકરી-વ્યવસાયમાં થોડી ભાગદોડ વધે, પરંતુ એના સકારાત્મક પરિણામ પણ મળશે. વ્યવસાયિક કોર્ટ-કચેરીના પ્રશ્નોનો હલ મળશે.

• મકર (ખ,જ)ઃ ઘણા લાંબા સમયથી જે કાર્ય માટેની રાહ જોઈ રહ્યા હતા હવે એ પૂર્ણતાના આરે છે. જે તમારા ભાગ્યને બદલી નાંખશે. સફળતાની નવી ઊંચાઈઓ સર કરી શકશો. વ્યવસાય-નોકરીમાં ખૂબ મહત્ત્વપૂર્ણ નિર્ણયો તમારે લેવા પડે. જે તમારા જ ફાયદામાં રહેશે. આર્થિક રીતે હવે કોઈ મુશ્કેલીઓ રહેશે નહીં. જોકે, માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી ચિંતાઓ રહેશે.

• કુંભ (ગ,સ,શ,ષ)ઃ વાણી-વર્તનને થોડા કાબૂમાં રાખશો નહીં તો તમારે જ નુકસાની સહન કરવી પડે. પરિવારમાં કોઈ સમસ્યા હોય તો એને શાંતિથી તેમજ દરેકના મંતવ્યને આધિન દૂર કરવાનો પ્રયાસ કરશો. આર્થિક રીતે સમય સાનુકૂળ છે. વ્યવસાયિક કામગીરીમાં થોડા ઘણા અવરોધોને બાદ કરતાં કામગીરી સરળ રહેશે. નોકરીમાં એકાગ્રતા તેમજ શિસ્ત જાળવી રાખવી જરૂરી રહેશે.

• મીન (દ,ચ,ઝ,થ)ઃ મનમાં ચાલતી ઉથલપાથલ હવે શાંત થતી જોઈ શકશો. કાર્યક્ષમતા અને મનોબળ મક્કમ રાખીને કામગીરીમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. તમારા સપનાંઓને સફળ કરવા માટેનો સમય હવે દૂર નથી. બસ મહેનતથી કામગીરી આગળ વધારો. આર્થિક રીતે જરૂરી સહયોગ પ્રાપ્ત કરી શકશો. જીવનસાથી સાથેના સંબંધોમાં હવે સુધારો સાથે-સાથે તેમનો સહયોગ પણ મેળવી શકશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter