વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન થોડી વધારે ધીરજ રાખી કામકાજ કરવું જરૂરી. હજી માર્ગ આડેના અવરોધો દૂર થતાં વાર લાગશે. આર્થિક મુશ્કેલીઓ થોડાઘણા અંશે દૂર થતાં જોવા મળે. ધંધાકીય મૂંઝવણોને દૂર કરવા માટે વધારે મહેનત કરવી પડે. ભાગીદારો સાથે કોઈ વિવાદમાં ન ઉતરવું સલાહભર્યું રહેશે. નોકરિયાત વ્યક્તિઓને નવા પ્રોજેક્ટથી ફાયદો થાય. કોર્ટકચેરીના કાર્યોમાં થોડું ઘણું નુકસાન થાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખશો. ધંધાકીય ક્ષેત્રમાં નવી તકો હાથ લાગશે એના ઉપર કામ શરૂ કરી શકશો. જોકે મહેનત ખૂબ કરવી પડશે. આર્થિક રીતે આ સમય મદદરૂપ સાબિત થઈ શકે છે. કોઈ અટવાયેલા નાણાં પરત મળે. મકાનમિલકતના વિવાદો દૂર થાય. વિદ્યાર્થીઓને માટે આ સમયમાં કોઈ સારા સમાચાર મળે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય સક્રિય અને પ્રવૃત્તિશીલ પુરવાર થાય. અધૂરા કામકાજ પૂરા કરવાનો સમય આવી ગયો છે. વ્યવસાયમાં અતિશય વ્યસ્તતા વધતી જોવા મળે, જેની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર ન પડે તેનું ધ્યાન રાખવું. પારિવારિક સમસ્યાનો અંત આવતો જોવા મળે. નોકરિયાત વ્યક્તિઓની દોડધામ વધે. પ્રગતિ અને સફળતા પ્રાપ્ત કરવા માટેના તમારા પ્રયત્નો સફળ થતાં જોવા મળે. આર્થિક રીતે રાહત મળે.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન અંગત મૂંઝવણોમાંથી છૂટકારો મળશે. તમારા કાર્યને બમણા જોશથી આગળ વધારી શકશો. ધંધાકીય ક્ષેત્રે તેમજ નોકરીમાં નવી આશાવાદી તકો મળતાં આનંદનું વાતાવરણ જોવા મળે. નવા મકાનની ખરીદી માટેના કાર્યોમાં આગળ વધી શકશો. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જવાની વિદ્યાર્થીની ઇચ્છા પૂર્ણ થતી જોવા મળે.
• સિંહ (મ,ટ): આસપાસની પરિસ્થિતિ માનસિક રીતે બેચેની અને તાણની અનુભૂતિ કરાવે. ઉતાવળા નિર્ણય ન લેવા સલાહ રહેશે. આર્થિક મામલે બેલેન્સ બનાવી રાખવું અતિ આવશ્યક રહેશે. આવકવૃદ્ધિ માટેના પ્રયત્નો ચાલુ રાખશો. નોકરિયાતને સહકર્મચારી સાથેના કામની જીભાજોડીમાં ઉતરશો તો નુકસાની સહન કરવી પડી શકે છે. કૌટુંબિક કાર્યોમાં થોડાઘણી રાહત જોવા મળશે. સ્વાસ્થ્ય બાબતે થોડી કાળજી રાખવી.
• કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી મુશ્કેલીઓ અને પરેશાની દૂર થતી જોવા મળશે. કોઈ અકલ્પ્ય શક્તિઓ આપને સહાય કરે. આપના મિત્રો તેમજ વડીલો પણ મદદરૂપ બની રહેશે. આર્થિક રીતે વધુ સદ્ધરતા પ્રાપ્ત કરવાના તમારા પ્રયત્નો સફળ થાય. વ્યાપારના ક્ષેત્રે આપના નિર્ણયોની પ્રશંસા થાય. માનસિક શાંતિનો અનુભવ કરી શકશો. માંગલિક પ્રસંગોને કારણે ઘરમાં ચહલપહલ વધે. કુંવારા પાત્રો માટે જીવનસાથીની શોધખોળ પૂરી થતી જોવા મળે.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં ગ્રહયોગો તમારા તરફેણમાં રહેશે. પ્રગતિના નવા માર્ગો ખુલતાં જોવા મળે. વ્યવપારિક ક્ષેત્રોમાં નવીન સફળતાના શિખરો સર કરી શકશો. નાણાકીય આયોજન સફળતાપૂર્વક પાર પાડી શકશો. લોન વિગેરે માટેની કાર્યવાહીઓ આગળ વધે. નોકરિયાત વર્ગને નવી જગ્યાએ અથવા તો બઢતીના ચાન્સિસ રહેશે. કરિયરલક્ષી ઘણીખરી સફળતા હાંસલ શકશો. માતાપિતા સાથે સારો સમય પસાર કરી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં તમારી પ્રાથમિકતા નક્કી કરીને કામ આગળ વધારશો તો અચૂક સફળ થઈ શકશો. દરેક બાજુ દોડવા કરતાં કોઈ એક ચોક્કસ માર્ગ પકડીને આગળ વધવું સલાહભર્યું રહશે. પરિવાર અને આર્થિક જવાબદારી સતત ધ્યાન માંગી લેશે. નોકરીમાં નવી શરૂઆત તેમજ કાર્યવૃદ્ધિ થકી સફળતા અને લાભ મેળવી શકશો. અટવાયેલા જમીન-મકાન કે પ્રોપર્ટી રિલેટેડ પ્રશ્નોનું નિરાકરણ આવે. સંતાનો બાબતે થોડીઘણી ચિંતાઓ રહેશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ માર્ગમાં ઘણી એવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે જેના ઉકેલ શોધવા તમારે ખૂબ મહેનત કરવી પડશે. હાર માન્યા વગર આગળ વધવાનું સૂચન છે. જોકે આર્થિક રીતે સમય તમારા પક્ષમાં રહેશે. વ્યપાર-ધંધામાં આવશ્યક નાણાકીય જોગવાઈ કરવામાં સફળતા પ્રાપ્ત કરી શકશો. નોકરીમાં થોડાઘણા પડકારોને બાદ કરતાં પ્રગતિના માર્ગે આગળ વધી શકશો. પ્રવાસ-પર્યટનથી તાજગીનો અનુભવ કરી શકશો.
• મકર (ખ,જ)ઃ સેવાભાવી અને ઉદાર સ્વભાવને કારણે ઘણીવાર નુકસાની પણ સહન કરવી પડી શકે છે, જેથી કરીને કાળજી રાખવી. જરૂરી છે. જોકે આપના કરેલા કાર્યોની આપના ક્ષેત્રમાં ઘણાં ખરાં નોંધ પણ લેવાય નાણાંકીય મૂંઝવણોનો અહીં અંત આવે. નોકરીમાં થોડી દોડધામ વધે વ્યવસાયિક ક્ષેત્રમાં ધારેલી સફળતાઓ પ્રાપ્ત કરવાો સમય આવી ગયો છે. સંપત્તિ સંબંધિત પ્રશ્નો હલ થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહે અકારણ ચિંતાઓ તેમજ ટેન્શનમાં થોડોઘણો વધારો જોવા મળે. જોકે સતત કાર્યશીલ રહેશો તો આ સમસ્યા ટાળી શકશો. આર્થિક રીતે સમય અનુકૂળતા થતાં થોડી રાહત રહેશે. વ્યવસાયિક કામગીરીમાં આકસ્મિક ખર્ચાને પહોંચી વળવા માટેનું આયોજન જરૂરી રહેશે. નોકરિયાત વર્ગને અટવાયેલા કાર્યો પૂર્ણ થતાં રાહત મળે. ઇમિગ્રેશનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ પરિસ્થિતિ થોડાઘણે અંશે સુધરતી જોવા મળે. આપની મનોસ્થિતિમાં સુધારો થશે. વ્યવસાય-ધંધામાં થોડી કાયદાકીય ગૂંચવણો રહેશે, પણ તમારી સૂઝબૂઝથી એમાંથી બહાર આવી શકશો. નોકરિયાત પ્રગતિકારક કાર્યો પાર પાડી શકશે. બઢતી-બદલીની ઇચ્છા પૂર્ણ થાય. સંતાનના લગ્ન વિષયક બાબતે હવે રાહત જોવા મળે.


