તા. 31 ડિસેમ્બર 2022થી 6 જાન્યુઆરી 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 30th December 2022 06:11 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ તમારી સમસ્યાઓનું નિરાકરણ મળવાથી થોડી શાંતિ અનુભવશો. આ સપ્તાહ તમારા માટે લાભદાયી પૂરવાર થશે. નાણાંકીય સ્થિતિ સારી રહેશે. વ્યાપાર-ધંધામાં કામનું ભારણ રહેશે. નોકરિયાત વર્ગને થોડી શાંતિની સ્થિતિ મળે. પ્રવાસ – હોલિડેની મજા માણી શકશો. પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં સુધારો જોઈ શકાય. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય સારો છે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહ દરમિયાન તમારું મન કોઈ દુવિધા અનુભવે. જોકે, નકારાત્મક વિચારોને તમે તમારા દિલોદિમાગ પર હાવી થવા દેશો નહીં. કોઈ યોગ્ય વ્યક્તિ સાથે તમારા દિલની વાત શેર કરવાથી હળવાશ અનુભવાય. નોકરી-ધંધામાં કોઈ ખાસ અડચણ રહેશે નહીં. કોર્ટ-કચેરીના કાર્યોમાંથી હવે છૂટકારો મેળવી શકશો. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ કામનું ભારણ વધતું જોવા મળે. જોકે, તમે તમારી બુદ્ધિશક્તિ થકી દરેક કાર્યોને આસાન બનાવી શકશો. પરિવારના સભ્યો સાથે થોડો સમય વિતાવવાનો પ્રયાસ કરવાથી મન હળવું થાય. વ્યવસાય-ધંધામાં મહેનતનું યોગ્ય પરિણામ મેળવી શકાય. આર્થિક રીતે આ સમય નહીં નફો નહીં નુકસાનવાળો રહેશે. રોકાણની જોગવાઈ કરવા માટે દોડધામ વધુ કરવી પડે.
• કર્ક (ડ,હ)ઃ અપેક્ષા કરતાં થોડું ઓછું પરિણામ મળવાથી ચિંતા-બેચેની અનુભવશો. જોકે, સમય તમને તમારો વિશ્વાસ ટકાવી રાખવાની શીખ આપી શકે છે. પરિવાર સાથે થોડો સમય વિતાવશો તો તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકશો. વ્યવસાયિક રીતે વિદેશ સંબંધિત નિર્ણયો લેતાં પહેલાં દરેક બાજુનું ખાસ ધ્યાન રાખશો. મકાન-મિલકત સંબંધિત સમસ્યાઓ હવે હલ થતી જોઈ શકશો.
• સિંહ (મ,ટ)ઃ આપના પ્રયત્નો અહીં સફળ થતાં જોઈ શકશો. ધંધા-વ્યવસાયમાં વિકાસની નવી તકો પ્રાપ્ત થાય. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો હવે આંશિક અંશે સફળ થાય. કોઈ અણધારી મદદ પ્રાપ્ત થાય. વિવાહ ઈચ્છુક માટે કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. ડાયાબિટીસના દર્દીઓએ થોડી સાવધાની રાખવી.
• કન્યા (પ,ઠ,ણ)ઃ ધાર્મિક તેમજ આધ્યાત્મિક્તા તરફ તમારો ઝુકાવ વધતો જોવા મળે. જે પણ કોઈ કામ હાથ પર લેશો એને સફળતાપૂર્વક પૂર્ણ કરશો. યુવાનો માટે સમય સાનુકૂળ રહેશે. કરિયરને લગતી સમસ્યાનો હવે અંત આવે. આર્થિક રીતે પગભર બની શકશો. વ્યવસાયિક રીતે વર્તમાન ગતિવિધિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી કોઈ પણ નિર્ણય લેવાની અહીં સલાહ રહેશે.
• તુલા (ર,ત)ઃ આ સપ્તાહ દરમિયાન તમારી ઈચ્છાઓને પરિપૂર્ણ થતી જોઈ શકશો. સમય તમારા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થાય. આવકની દૃષ્ટિએ થોડા ખર્ચાઓ વધશે પરંતુ તમે બેલેન્સ બનાવી રાખવામાં સફળ થશો. નોકરી-વ્યવસાયમાં સમય થોડો મંદીવાળો જોવા મળે. પરિવાર સાથેનો અણબનાવ હવે દૂર થતો જોઈ શકશો. પ્રવાસ-પર્યટનથી મન હળવું થાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય દરમિયાન નેગેટિવ એનર્જીવાળા લોકોથી દૂર રહેશો તો તમારા કાર્યોને પાર પાડી શકશો, નહીં તો એ લોકો તમારા કાર્યમાં વિઘ્ન લાવી શકે છે. કોઈની સાથે નકામી જીભાજોડીમાં ઉતરવું નહીં. આર્થિક રીતે તમારા માટે ફાયદાવાળી સ્થિતિ રહેશે. નોકરિયાત વર્ગને હવે કોઈ સારા પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક પ્રાપ્ત થાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ પરિવાર સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયો ઉપર તમારા અનુભવ થકી નિર્ણય લઈ વાતાવરણને સકારાત્મક બનાવી શકો છો. નાણાંકીય રીતે થોડા ખર્ચા વધતા જોવા મળશે. વાહનની ખરીદી અથવા તો કોઈ કિંમતી વસ્તુ પાછળ નાણાં ખર્ચ થશે. વ્યવસાયિક દૃષ્ટિએ તમારા રાજનૈતિક સંબંધોને કારણે ફાયદો પ્રાપ્ત કરી શકશો. સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ વધે.
• મકર (ખ,જ)ઃ ઉતાવળા નિર્ણયો તમને જ નુકસાન પહોંચાડી શકે છે, જેથી ખાસ ધ્યાન રાખવું. લાગણીઓના પ્રવાહમાં આવીને કોઈ નુકશાનવાળી સ્થિતિ ઊભી ન થાય તેની કાળજી લેશો. નોકરી-ધંધામાં શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને થોડું કામનું ભારણ વધતું જોવા મળે. ધંધાકીય ભાગીદારીમાં સંબંધોમાં તિરાડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહ દરમિયાન તમારું ભાગ્ય ખૂલતું જોવા મળે. સમય અને સંજોગો બંને તમને સાથ આપે. ખાસ કરીને વ્યવસાયના ક્ષેત્રમાં કોઈ માટે ફાયદો જોવા મળશે. ઘણોખરો સમય મોજમસ્તીમાં વિતાવી શકશો. નોકરિયાત વર્ગને પ્રમોશન મળી શકે છે. પરિવાર તેમજ પાર્ટનર સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. મિલકત-પ્રોપર્ટીની ખરીદી કે વાહન ખરીદી શક્ય બનશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય આપના માટે મિશ્રભાવ વાળું રહેશે. ઘર-પરિવારની જવાબદારી આપ સારી રીત નિભાવી શકશો. આર્થિક રીતે પણ સમયની સાનુકૂળતા થતી જોવા મળશે. સામે વ્યવસાયિક રીતે થોડી ઉથલપાથલ જોઈ શકશો. ધંધાકીય ખર્ચાઓને પહોંચી વળવા માટે આપને હવે ભાગીદારી અથવા બીજી કોઈ જોગવાઈ ઊભી કરવી પડે. લગ્નજીવન સુખમય રહેશે. વિદ્યાર્થીઓને કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter