તા. 6 ઓગસ્ટ 2022થી 12 ઓગસ્ટ 2022 સુધી

સાપ્તાહિક રાશિ ભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Wednesday 03rd August 2022 08:07 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ સમયની સકારાત્મક્તાનો લાભ લઇને તમારા બાકી રહેલા કામકાજ પૂર્ણ કરી શકો છો. આવકની દ્રષ્ટિએ આ અઠવાડિયું લાભદાયક રહેશે. ભવિષ્યની યોજનાઓ ઉપર પણ અમલ કરી શકશો. વ્યવસાયિક અને અંગત સંબંધોનો તાલમેલ બનાવી રાખવા માટે વધુ મહેનત કરવી પડે. નોકરિયાત વર્ગ માટે આ સમય થોડો પ્રેશરવાળો અનુભવાય. સ્વાસ્થ્યની રીતે કોઈ ખાસ પ્રોબ્લેમ્સ જણાતો નથી.

• વૃષભ (બ,વ,ઉ)ઃ મિલકત સંબંધિત કોઇ કાનૂની કાર્યવાહી ચાલતી હોય તો આ સપ્તાહે તેનો ઉકેલ મળશે. જોકે, થોડીઘણી નુકસાની પણ તમારે સહન કરવી પડે. વ્યવસાય-નોકરીમાં કોઈ પણ નવા પ્રોજેક્ટ્સ અથવા રોકાણો માટે સમય સારો રહેશે, જેનાથી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. જીવનસાથી સાથેના સંબંધોમાં થોડીઘણી પરિસ્થિતિ તંગ જોવા મળે. કારકિર્દીને અનુલક્ષીને આ સમય દરમિયાન સારી ઓફર મેળવશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારું લક્ષ્ય નક્કી કરીને એકાગ્રતા સાથે આગળ વધશો તો કામ કરવામાં સાનુકૂળતા રહેશે તેમજ આનંદથી કામગીરી કરી શકશો. પરિવારના સભ્યોનો સાથ-સહકાર મેળવશો. નોકરી-વ્યવસાય થકી માન-સન્માન પ્રાપ્ત કરી શકશો. રિલેશનશીપને લગતા નિર્ણયો લેતાં સમયે વડીલોની સલાહ અચૂક સાંભળશો. સામાન્ય સ્વાસ્થ્યની સમસ્યાઓ સતાવે. પ્રવાસ-નાની યાત્રાથી વાતાવરણ ખુશમિજાજ બનશે.
• કર્ક (ડ,હ)ઃ તમારી કુટેવોને દૂર કરવા માંગતા હો તો એના માટે યોગ્ય સલાહ અને મદદથી જીવનમાં આગળ વધો. તમારી સંગતમાં પણ ફેરફાર લાવવા જરૂરી રહેશે. કેવા વ્યક્તિઓ સાથે વ્યવહાર કરો છો એ પણ મહત્ત્વનું રહેશે. આર્થિક સ્થિતિમાં ખાસ કોઈ ફેરફાર થશે નહીં. વ્યવસાયિક કામગીરીમાં ટાર્ગેટ પૂરા કરવા મહત્વપૂર્ણ યોજનાઓ બનાવો અને એ જ રીતે કામ કરવાની ટેવ પાડો. નોકરીના કામકાજને લીધે ભાગદોડ વધે.
• સિંહ (મ,ટ)ઃ કાર્ય કરતી વેળા ભાવુક્તાની જગ્યાએ પ્રેક્ટિકલ થઈને કામગીરી કરશો તો સફળતા મેળવી શકશો. આર્થિક રીતે હવે સમય સારો રહેશે. બાકી નીકળતાં નાણાં પરત મેળવી શકાય. વ્યવસાય-નોકરીમાં તમારા સહકર્મચારીઓ સાથેના કામની રકઝકમાં પડશો નહીં, નહીં તો સંબંધોમાં દરાર આવી શકે છે. મકાન રિનોવેશનના કામકાજમાં ખાસ કાળજી રાખવી નહીં તો ઉલમાંથી ચૂલમાં પડવાની પરિસ્થિતિ પેદા થઈ શકે છે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ જીવનમાં દરેક બાબતોમાં શિસ્તપાલન જરૂરી છે. જો આ બાબત પર પૂરતું ધ્યાન નહીં આપો તો પરિસ્થિતિ ડામાડોળ બની જશે. વ્યવસાયિક રીતે નવી કામગીરી ચાલુ કરતાં પહેલાં દરેક બાબતની પૂરેપૂરી જાણકારી મેળવી લેજો. જીવનસાથી સાથેના સંબંધોનો તાલમેલ જાળવવાની જવાબદારી તમારી ઉપર આવી જાય. સંતાનોના જીવનની સમસ્યાનું સમાધાન શોધવામાં સફળતા સાંપડે.
• તુલા (ર,ત)ઃ સમયની કિંમત ઓળખો. યોગ્ય સમયે કામ ન કરવાથી તમારું જ નુકસાન થશે. આર્થિક રીતે સમય થોડો મધ્યમ રહેશે. વ્યવસાયને વધારવા માટે નવી યોજનાઓ બનાવવી અગત્યની રહેશે. નોકરિયાત વ્યક્તિએ ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાન પર ફોકસ કરવું ફાયદાકારક રહેશે. મકાન-મિલકતના રિપેરિંગના કામકાજ કરાવી શકશો. કોર્ટ-કચેરીમાં પૂરતા ડોક્યુમેન્ટ્સ રજૂ કરશો તો વિજય પ્રાપ્ત થઈ શકશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ નકારાત્મક વિચારને ખંખેરી સકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી. થોડું આત્મચિંતન પણ જરૂરી રહેશે. વ્યવસાય-નોકરીમાં મહત્ત્વપૂર્ણ સંપર્ક પ્રાપ્ત કરી શકાય, જે તમારા માટે ફાયદાકારક રહેશે. પરિવારના સભ્યો સાથે આનંદનો સમય વ્યતીત થાય. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી તકલીફ રહેશે, પરંતુ તે કામચલાઉ હશે. વિદેશમાં ભણવા જવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓનું સ્વપ્ન પૂર્ણ થાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આપની લાંબા સમયની સમસ્યાઓનો અંત આવતો જોવા મળે. પરિણામે ચિંતાઓ દૂર થશે અને હળવાશનો અનુભવ થાય. નોકરીના ક્ષેત્રમાં આપને અન્યોના દબાણમાં રહીને કામગીરી કરવાનો સમય પૂરો થાય. આપના નિર્ણયો જાતે લઈ શકશો. વ્યાપારમાં નવા રોકાણોથી લાભ પ્રાપ્ત મેળવશો. લોખંડ, ખનીજ, મેડિકલ ક્ષેત્રના વ્યાપારમાં તેજીનો રૂખ જોવા મળે. સંતાનોના અભ્યાસવિષયક પ્રશ્નોના નિરાકરણ લાવી શકાય. મન ટેન્શનમુક્ત બનતાં આનંદની લાગણી અનુભવાય
• મકર (ખ,જ)ઃ આ સમય ઘણા મહત્ત્વના કામકાજો માટે અનુકૂળ રહેશે. છતાં જોઈ-જાળવીને આગળ વધવું સલાહભર્યું રહેશે. લોટરી, શેર અથવા રોકાયેલાં નાણાંમાં લાભ મેળવી શકશો. અધૂરાં કાર્યો પૂરા કરવા માટે યોગ્ય મદદ પ્રાપ્ત કરી શકશો. નોકરીના ક્ષેત્રમાં આપને કોઈ આનંદના સમાચાર પ્રાપ્ત થાય. વ્યવસાયિક વ્યસ્તતામાં વધારો જોવા મળે. કૌટુંબિક પ્રસંગોને કારણે પણ વ્યસ્તતા વધે. કોર્ટ-કચેરીના કાર્યોમાં આપનો વિજય થાય.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ માનસિક અશાંતિનું મૂળ વિના કારણની ચિંતાઓ છે. આથી ખૂબ સાચવીને કામગીરી કરવી. બીજાના સલાહ-સૂચન સાંભળવા, પરંતુ છેલ્લો નિર્ણય તો જાતે કરશો તો જ સફળતા મેળવી શકશો. નાણાંકીય રીતે અહીં થોડી વધુ સાવચેતીનું સૂચન રહેશે. નહીં તો નુકસાનીના ભોગ બનવું પડશે. કુંવારા પાત્રો માટે ચર્ચાઓનો દોર આગળ વધે. વ્યાપારિક ક્ષેત્રમાં ઉતાર-ચઢાવની પરિસ્થિતિ યથાવત્ રહેશે. નવી નોકરીની શોધખોળ પૂર્ણ થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સમયની સાથે સાથે પ્રગતિ અને વિકાસની આડે આવતા અવરોધો દૂર થતાં જોવા મળશે. અટકેલાં કામકાજો પાર પડશે. મનદુઃખ થયેલી વ્યક્તિ સાથે પણ મનમેળ સાધી શકશો. લોકો તરફથી માન-પાન મેળવશો. મનન અને ચિંતનથી લાભ પ્રાપ્ત કરી શકાય. વ્યવસાયિક કામગીરીમાં નવા સફળતાના શીખરો સર કરી શકશો. નોકરિયાત વર્ગને અહીં બઢતી અને પ્રગતિ જણાય. દાંપત્યજીવનમાં કડવાશ હોય તો દૂર થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter