તા. 8 એપ્રિલ 2023થી 14 એપ્રિલ 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 07th April 2023 07:53 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્યને લઈને થોડીઘણી મુશ્કેલી રહેશે. સામાજિક જીવનમાં અન્ય લોકો સાથેના સંબંધમાં સકારાત્મક પરિણામો જોવા મળશે. નાણાકીય રીતે તમારી ઈચ્છા સાકાર થતી જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં અણધારી સફળતા આ સમયમાં જોઈ શકશો. જોકે સાથે સાથે તમારી રચનાત્મક ક્ષમતામાં વધારો કરવાની જરૂરત રહેશે. સંપત્તિ બાબતોના પ્રશ્નો હલ કરી શકશો.

• વૃષભ (બ,વ,ઉ)ઃ અગાઉના અટવાયેલાં કાર્યો હવે પૂરાં કરી શકશો. લાંબા સમયથી સતાવતી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યામાંથી ધીમે છૂટકારો મળતો જણાશે. નોકરીના ક્ષેત્રમાં થોડી તણાવવાળી પરિસ્થિતિ રહેશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે નાહકનો ઝઘડો અથવા અણબનાવ બને. વ્યાવસાયિક કામગીરીમાં તેજીનું વાતાવરણ જોવા મળે. નવા મૂડીરોકાણો માટેની વ્યવસ્થા કરવામાં સફળતા મળશે. પ્રવાસ-યાત્રાથી લાભ મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારી કંઈક નવું શીખવાની ધગશ અને મહેનતનું પરિણામ મળતું જોઈ શકશો. માનસિક સ્વસ્થતા કેળવી શકશો. તમારા મિત્રો અને સ્વજનો તમારા દરેક કાર્યમાં મદદરૂપ સાબિત થશે. આર્થિક મુશ્કેલીમાંથી છૂટકારો મેળવવાના તમારા પ્રયત્નો મહદઅંશે સફળ થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં થોડું ભારણ વધતું જોવા મળશે. ધંધા-નોકરીના સ્થળે હવે આળસ છોડીને નવા જુસ્સા સાથે કામ આગળ ધપાવવાનો સમય છે.
• કર્ક (ડ,હ)ઃ મનોવ્યથા અને બેચેનીમાંથી બહાર આવવા માટે યોગ–વ્યાયામ તેમજ સારા પુસ્તકોનાં વાચન તરફ ધ્યાન આપશો તો સફળતા મેળવી શકશો. વ્યવસાયિક રીતે મકાન– જમીન તેમજ સોના-ચાંદીના વ્યાપારી તેમજ ખનીજ તેલના વ્યવસાયમાં તેજી જોવા મળશે. પારિવારિક સંબંધોની તિરાડ ઓછી કરવાની પહેલ તમારે જ કરવી પડશે. વિદ્યાર્થીઓને આ સમયમાં કોઈ પરીક્ષાની તૈયારી કરતા હોય તો નોર્મલ કરતાં બમણું ધ્યાન આપવું જરૂરી રહેશે. તમારું લક્ષ્ય અને ધ્યેય હમણાં એક જ હોવું જોઈએ.
• સિંહ (મ,ટ)ઃ પ્રયત્નો હવે ધીરે ધીરે સફળ થતાં જોવા મળશે. આનંદમાં વધારો થતો જોવા મળશે. નવી તકો ઉપલબ્ધ થતાં બમણાં જોશથી કાર્યને આગળ વધારી શકશો. આર્થિક સદ્ધરતા પણ વધતી જોવા મળે. વ્યવસાય–ઉદ્યોગમાં આપના ફસાયેલાં નાણાં પરત મળે. નોકરીમાં બઢતી-પ્રગતિના ચાન્સિસ વધશે. પ્રવાસ–પર્યટન થકી થોડી આનંદની પળો વ્યતીત કરી શકશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ તમારા મદદગાર સ્વભાવને કારણે નવા મિત્રો સરળતાથી બનાવી શકશો. જે તમને વ્યક્તિગત તેમજ સામાજિક રીતે પણ કામ લાગી શકે છે. તમારા કાર્યસ્થળ અને પરિવાર વચ્ચેનું સંતુલન જાળવી રાખવામાં સફળ થશો. વ્યવસાયિક રીતે કેટલાક કઠીન નિર્ણયો લેવા પડે, પરંતુ જો મક્કમ અને દૃઢતાથી આગળ વધશો તો અચૂક સફળ થઈ શકશો. જીવનસાથીની તબિયતને લઈને થોડીઘણી ચિંતા રહેશે. વાહન ખરીદીની શક્યતા રહેશે.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં થોડાંઘણાં અવરોધોને બાદ કરતાં તમારા કાર્યક્ષેત્ર પર કેટલાક નવા વૃદ્ધિકારક અવસર ઊભા થઈ શકે છે. નાણાંકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. ઉઘરાણીનાં નાણાં પરત મળે. સંબંધોમાં પણ સુધારો જોવા મળે. ઉદ્યોગજગતમાં નવાં રોકાણો માટેની જોગવાઈઓ પૂરી કરી શકાય. અવિવાહિતો આનંદના સમાચાર મેળવશે. સ્વાસ્થ્યને લઈને થોડી વધુ સજાગતા જરૂરી. ઈમિગ્રેશનમાં અટવાયેલાં લોકોને કોઈ રાહતના સમાચાર મળે.
• વૃશ્ચિક (ન,ય)ઃ કામકાજને કારણે આ સપ્તાહ દરમિયાન દોડધામ વધતી જોવા મળશે. જોકે તેના પરિણામ સુખદ રહેશે. નોકરી-વ્યવસાયમાં વિરોધીઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકશો. ધંધાકીય ગૂંચવણોમાંથી બહાર નીકળવાના રસ્તાઓ હવે ખુલતાં જોવા મળે. આર્થિક પરિસ્થિતિ હજી યથાવત્ જ રહેશે. ખર્ચાઓ પર નિયંત્રણ જરૂરી રહેશે. વિદ્યાર્થીઓને થોડી હળવાશની પળો મળી રહેશે. મકાન અંગેની સમસ્યાનો ઉકેલ મેળવી શકશો.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂરાં થતાં જોશ અને ઉત્સાહ વધતા જોવા મળે. સપ્તાહ દરમિયાન ઉત્સાહમાં વધારો જોવા મળે. આર્થિક લાભના આકર્ષણ સામે થોડી સાવચેતી જરૂરી છે નહીં તો નુકશાની વેઠવી પડે. નોકરી-વ્યવસાયમાં ઉપર અધિકારી તરફથી પ્રશંસા થાય. કારકિર્દીની શરૂઆત કરનારને આ સમય ખૂબ સાથ આપશે. જીવનસાથી સાથેના સંબંધો સુધરતા જોવા મળે. માંગલિક પ્રસંગોને કારણે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.
• મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન તમારી વ્યક્તિગત મુશ્કેલીનો અંત આવતો જોવા મળે. કોઈક સારા સમાચાર પ્રાપ્ત થાય. આર્થિક રીતે થોડીઘણી રાહત જોવા મળે. પૈસા સંબંધિત નિર્ણયો થોડી કાળજી રાખીને લેશો તો નુકશાનીમાંથી બચી શકશો. વ્યવસાયના ક્ષેત્રમાં ખાસ કરીને કોઈ મહત્ત્વના સોદાની વાટાઘાટો કરતી વખતે પહેલાંથી જ દરેક પાસાં ચકાસીને આગળ વધશો તો ફાયદો થશે. વિદ્યાર્થીઓએ વાંચન અને લેખનમાં ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહ આનંદમય તેમજ પ્રગતિમય રહેશે. દરેક કાર્ય પૂરા જોશ અને શક્તિથી પૂર્ણ કરશો, જેનું પરિણામ પણ એટલું જ ફાયદાકારક જોવા મળશે. સ્વાસ્થ્યને લઈને પણ સજાગતા મદદરૂપ સાબિત થશે. વ્યવસાયમાં નવા રોકાણો તેમજ આર્થિક મુશ્કેલી દૂર થતી જોવા મળશે. નોકરિયાત વ્યક્તિઓને બદલી-બઢતીની ઈચ્છા પૂર્ણ થાય. જોકે, કોઈ ખોટાં કાનૂની દાવપેચમાં ફસાવાય નહીં તેનું ધ્યાન રાખજો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહની શરૂઆત થોડી ધીમી તેમજ થોડી અડચણોવાળી રહેશે. બાદમાં આપના લક્ષ્યો સાકાર થતાં જોવા મળે. આ સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્યને લઈને થોડી વધુ સજાગતા રાખવી જરૂરી રહેશે. ક્ષમતા બહારના કાર્યો કરવાનો પ્રયાસ કરશો નહીં. ધંધાકીય ક્ષેત્રમાં ભાગીદારોનું વલણ બદલાતું જોવા મળશે. પારિવારિક સંબંધોને મજબૂત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter