તા. 9 એપ્રિલ 2022થી 15 એપ્રિલ 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 08th April 2022 08:57 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન ઘણાખરાં કાર્યો થકી યશ-માન-કિર્તી પ્રાપ્ત કરી શકશો. સમાજમાં માનપાન વધે તેવી સફળતા પ્રાપ્ત થાય. આર્થિક રીતે પણ આપની સમસ્યા ઓછી થતી જોવા મળશે. કોઈ સંતો-મહાપુરુષો સાથે મુલાકાત થઈ શકે છે. વ્યવસાય-નોકરીમાં તમારા નિર્ણયો મહત્ત્વપૂર્ણ સાબિત થાય. સંતાનોના લગ્નવિષયક બાબતમાં ખુશખબર પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં કોઈ પણ જાતના ઉતાવળા નિર્ણયો ન લેશો, નહીંતર નુકસાનીનો ભય રહેશે. કોઈ અંગત વ્યક્તિની સલાહથી આગળ વધવું. પારિવારિક શાંતિ જાળવી રાખવા થોડું જતું કરવું પડે તો પણ તૈયાર રહેજો. રોજગાર-ઉદ્યોગજગતમાં આ સમય દરમિયાન ઘણાં સારાં પરિણામો મેળવી શકાય. લોન વિગેરેની વ્યવસ્થા કરવામાં સફળતા મળશે. નોકરીમાં બદલાવની શક્યતા રહેશે. નાના પ્રવાસની યોજનાઓ સફળ થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન ઘણાં સકારાત્મક ફેરફારો તમારા જીવનમાં આવી શકે છે. કાર્યસ્થળ પર તમારું માન-સન્માન વધે. આર્થિક રીતે આ સમય ઘણો સારો રહેશે. સંપત્તિમાં વધારો કરી શકાય એવી તકો પ્રાપ્ત થાય. નોકરીમાં સ્થળાંતરના યોગોનો બળવાન રહેશે. ધંધા-વ્યવસાયમાં થોડાઘણા અંશે ભાગીદારીથી સાવધાની રાખવી. આરોગ્ય બાબતે થોડી વધુ સજાગતા રાખવી.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહ થોડું ઉચાટ અને ઉદ્વેગવાળું જણાય. અપેક્ષિત કામગીરી પૂર્ણ ન થતાં થોડું ભારણ લાગે. જોકે, નિરાશ થવા કરતાં વધુ મહેનત અને પ્રયત્ન કરશો તો લાભ પ્રાપ્ત કરશો. આર્થિક સ્થિતિ બેલેન્સવાળી રહેશે. ધંધા-વ્યવસાયમાં નવી ભાગીદારીના યોગો બળવાન બને છે. નવા રોકાણોથી ફાયદો થાય. જોકે, કોર્ટ-કચેરીના કાર્યમાં થોડા અંશે નુકસાની સહન કરવી પડે.
• સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યામાંથી છૂટકારો મેળવી શકશો. તાજગી અનુભવાય. આર્થિક ક્ષેત્રમાં જો તમારી સૂઝબૂઝ વાપરી યોગ્ય જગ્યાઓએ રોકાણ કરશો તો અવશ્ય ફાયદો પ્રાપ્ત કરી શકશો. પરિવારમાં કોઈ શુભ પ્રસંગોને કારણે દોડધામમાં વધારો થાય. કારકિર્દીને લઈને તમારા સપનાંઓ હવે પૂરાં થતાં જોવા મળે. વ્યવસાયમાં કર્મચારી સાથેના સંબંધોમાં સુધારો લાવીને શક્ય તેટલું મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવશો તો ફાવી શકશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આપની માનસિક સ્થિતિ થોડી ડામાડોળ થતી જોવા મળે પરંતુ જો ધ્યાન લગાવીને થોડાં બીજા કાર્યોમાં મન લગાવશો તો પરિસ્થિતિ ઉપર વિજય મેળવી શકશો. આર્થિક મામલે થોડીઘણી મુશ્કેલીઓ જોવા મળે. નોકરી વ્યવસાયમાં પરિસ્થિતિ યથાવત્ રહેશે. પારિવારિક મિલકત સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો.
• તુલા (ર,ત)ઃ આ સમય દરમિયાન પરિસ્થિતિમાં પોઝિટિવ પરિવર્તન લાવી શકશો. જો વધુ ધ્યાન આપશો તો સારા એવાં પરિણામો પ્રાપ્ત કરી શકશો. આર્થિક રીતે સારી એવી ફાયદાવાળી સ્થિતિ ઊભી થાય. ખોટાં વાદ-વિવાદમાં ન પડવાની સલાહ રહેશે. વ્યાપારિક ગતિવિધિમાં વધારે ગંભીરતા રાખવાની સલાહ છે. જીવનસાથી સાથેના સંબંધોમાં બદલાવ જોઈ શકાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ આર્થિક રીતે સારો સમય છે. પ્રતિષ્ઠામાં પણ વધારો જોઈ શકશો. સપનાં પૂરા થવાની શક્યતા છે. વ્યવસાય-ધંધામાં સફળતાના શિખરો સર કરી શકાય. કરિયર-કારકિર્દીને લગતા આપના પ્રશ્નો હલ થતાં જોવા મળે. હેલ્થ રિલેટેડ થોડી ચિંતાઓ રહેશે પરંતુ તે માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે. પ્રવાસ-પર્યટનથી મન આનંદિત થાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારી આસપાસના વાતાવરણમાં ફેરફાર જોઈ શકશો. જે તમારી માનસિક પરિસ્થિતિમાં ચેન્જ લાવી શકશે. તમારા મનની વાત મનમાં ન રાખતાં યોગ્ય વ્યક્તિ સાથે શેર કરશો તો હળવાશ અનુભવશો. આર્થિક પરિસ્થિતિ સુધરતી જોવા મળે. નોકરી-વ્યવસાયમાં નાણાંકીય જોગવાઈ ઊભી કરવાના નવા સાધનો પ્રાપ્ત કરી શકાય. પતિ-પત્નીના સંબંધોમાં એકબીજાના સહયોગથી વાતાવરણને મધુર બનાવી શકશો.
• મકર (ખ,જ)ઃ આ સમય થોડોક ચેલેન્જિંગ રહેશે, કેટલીક વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવો પડે. જોકે તમારો આત્મવિશ્વાસ ટકાવી તેની સામે લડવાનો પ્રયત્ન કરશો તો યોગ્ય પરિણામ મળશે. વ્યવસાયમાં તમારી મહેનતનું ફળ મેળવતા હજી થોડી વાર લાગશે. નોકરીમાં બદલી-બઢતીના પ્રસંગો બને. કોર્ટ-કચેરીના કાર્યોમાં હળવાશ જણાય.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ ઘણા લાંબા સમય પછી જે સંજોગોની રાહ જોતાં હતાં હવે એ મળવાની શરૂઆત થાય. કોઈ મિત્ર સાથેની મુલાકાત જીવનભરનું સંભારણું બની જાય. જોકે, વ્યવસાય-નોકરીમાં અકારણ વાદ-વિવાદની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. જેથી સંભાળીને રહેવું. આર્થિક પરિસ્થિતિમાં ખર્ચાઓ વધવાની શક્યતાઓ રહેશે જેથી પ્લાનિંગથી આગળ વધવું સલાહભર્યું છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં સ્વાસ્થ્યને લઈને થોડીઘણી મુશ્કેલીઓ રહેશે. જોકે શાંતિપૂર્ણ વાતાવરણમાં રહેશો તો નવી ઊર્જા અને તાજગી મહેસૂસ કરી શકશો. વ્યવસાયમાં જેટલો બને તેટલો વધુ સમય આપવાનો પ્રયત્ન કરશો તો ફાયદો મળશે. આર્થિક રીતે પરિસ્થિતિમાં સકારાત્મક બદલાવ મેળવી શકશો. પ્રવાસ-પર્યટનના આયોજનથી મન પ્રફુલ્લિત બને.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter