તા. 9 જુલાઇ 2022થી 15 જુલાઇ 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 08th July 2022 05:48 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ રચનાત્મક કામગીરીનો વિકાસ થાય. માનસિક ચિંતા ઓછી થાય. બુદ્ધિ - તર્કશક્તિના ઉપયોગથી યોજનામાં સફળતા સાંપડે. નોકરી કરતાં વ્યક્તિઓને સપ્તાહ દરમિયાન ઘણાં ફેરફાર જોવા મળશે. તમારા પ્રત્યેની અવગણના હવે દૂર થતી જોઈ શકશો. મિત્રો તેમજ સંબંધીઓનો સપોર્ટ મેળવી શકશો. વ્યાપારમાં નવા ચક્રો ગતિમાન થશે. નાણાંકીય પ્રશ્નો હલ થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આસપાસનું વાતાવરણ તેમજ પરિસ્થિતિ ચિંતાનું કારણ બને. મનની મૂંઝવણમાં વધારો જોવા મળે. ખર્ચનું પ્રમાણ વધવાથી થોડી ચિંતા વધે. જોકે, આવકના નવા માર્ગ શોધવાના પ્રયત્નો સફળ થાય. ધંધા-વ્યાપારમાં કોઈ ઉતાવળા નિર્ણય ન લેશો. શેર-સટ્ટામાં થોડું સાચવીને આગળ વધવું, નહીં તો નુકસાનીનો ભય રહેશે. શારીરિક તંદુરસ્તી બાબતે થોડી વધુ કાળજી રાખવી.
• મિથુન (ક,છ,ઘ)ઃ ગ્રહયોગ આપની તરફેણમાં જોવા મળશે. કોઈ જૂના બાકી નીકળતાં પૈસા પરત મળતાં આર્થિક રીતે રાહત થાય. ભવિષ્યના ખર્ચાઓ માટે અત્યારથી જ પ્લાન બનાવીને કામ કરવું લાભકારક. વ્યવસાયિક ભાગીદારીમાં નાણાંકીય લેવડદેવડ બાબતે ચોકસાઇ જરૂરી. મકાન-મિલકતના પ્રશ્નોના નિરાકરણની દિશામાં વાત આગળ વધશે.
• કર્ક (ડ,હ)ઃ આપનો આત્મવિશ્વાસ કાર્યક્ષેત્રની સફળતાનું કારણ બને. ઉપરી અધિકારીઓ સાથેના સંબંધ અને સૂઝબૂઝને કારણે ઈચ્છીત કાર્યપૂર્તિ અને સફળતા મેળવશો. વ્યાપારિક ક્ષેત્રમાં પ્રગતિના દ્વાર ખૂલતાં જોઈ શકશો. નવા પ્રોજેક્ટ્સ પર કામગીરી હાથ ધરી શકાય. પરિવાર સાથે નાની ટ્રિપનું આયોજન થશે. કોર્ટ-કચેરીમાં અટવાયેલા મિલકતના પ્રશ્નો ઉકેલાય.
• સિંહ (મ,ટ)ઃ આપના અધિકારો માટે અડગ થઈને લડાઈ લડવી પડશે. કાર્યક્ષેત્રે લાંબા સમયથી ચાલતી લડાઈનો અંત આવી શકે છે. મોટી સફળતા સાંપડી શકે છે. નોકરીની શોધખોળ કરનારા માટે સમય સારો છે. આર્થિક સદ્ધરતામાં વધારો જોવા મળે. લક્ઝુરિયસ વાહન કે મિલકતની ખરીદી શક્ય બને. વિદ્યાર્થીઓને પણ સારા પરિણામ પ્રાપ્ત થાય. આરોગ્યની દૃષ્ટિએ થોડી સાવચેતી જરૂરી. માંગલિક પ્રસંગો પણ શક્ય બનશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ ધન-પ્રતિષ્ઠા સંબંધિત સાધારણ લાભને બાદ કરતાં આ સમય થોડો પ્રતિકૂળ અને બેચેનીવાળો પસાર થાય. ખર્ચાઓ ઉપર કાપ મૂકવો આવશ્યક છે, નહીં તો નુકસાની ભોગવવી પડશે. ઉતાવળે નિર્ણય ન લેવાનું સલાહભર્યું છે. પારિવારિક જવાબદારીનો ભાર વધે. વ્યવસાય ક્ષેત્રે કામનું ભારણ આવી પડશે. જોકે, કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય થાય. વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો રહેશે. પ્રવાસ-પર્યટન શક્ય બનશે.
• તુલા (ર,ત)ઃ માનસિક શાંતિ અને સ્વસ્થતામાં વધારો થાય. અલૌકિક શક્તિઓનો અહેસાસ આનંદનો અનુભવ કરાવે. કોઈ મોટી મુશ્કેલી કે આફત ઉદ્યોગ કે વ્યવસાય જગતમાં રહેશે નહીં, છતાં કામગીરી જોઈ-જાળવીને આગળ વધારવી. વડીલોની સલાહ મહત્ત્વની સાબિત થાય. વિદ્યાર્થીઓ મનની એકાગ્રતા વધારશે તો સફળતા હાંસલ કરી શકશે. આર્થિક રીતે મોટા લાભ પ્રાપ્ત થઈ શકે એવા યોગો છે. સંતાનના લગ્નની ચિંતાઓ દૂર થાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહે સુખ-પ્રતિષ્ઠા-લાભ તેમજ સફળતા કદમ ચૂમશે. સમાજમાં આપનું નામ રોશન થાય એવા કાર્યો હાથ લાગશે. નાણાકીય રીતે પણ સમય લાભદાયક રહેશે. નોકરિયાત વર્ગ લાંબા સમયની મહેનતનું પરિણામ મેળવી શકશે. ઉદ્યોગજગતમાં સારાં એવા નવા રોકાણો થકી લાભ થાય. નોકરી-વ્યવસાયને કારણે પ્રવાસ-દોડધામ વધુ થાય. વિદ્યાર્થી વર્ગને થોડી વધુ મહેનતનું સૂચન છે. પારિવારિક સંબંધો મજબૂત થાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ કારકિર્દીને અનુલક્ષીને મહત્ત્વના ફેરફારો જોવા મળશે. કાર્યક્ષેત્રમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો થકી સફળતા પ્રાપ્ત કરશો. પ્રતિષ્ઠામાં વધારો જોવા મળશે. નાણાંકીય ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત કરી શકશો. સ્વાસ્થ્યસંબંધી સમસ્યાનો અંત આવે. ભવિષ્યની યોજનાઓને લઈને મહત્ત્વના નિર્ણયો લેવા પડે. પ્રવાસ-પર્યટનથી લાભ થાય.
• મકર (ખ,જ)ઃ આપના ગ્રહયોગોના પ્રભાવને કારણે કાર્યમાં પ્રગતિ સાથે સફળતા પ્રાપ્ત કરશો. દરેક પડકારનો સામનો કરવામાં સફળ થશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં ભાગીદારી અને સહકર્મચારીના સહયોગથી સારી સફળતા મળશે. નવા વ્યવસાયના પાયા નંખાય. આર્થિક સદ્ધરતા વધુ મજબૂત બનશે. વ્યવસાયના ક્ષેત્રોમાં વ્યસ્તતા વધે, જોકે સખત મહેનતની જરૂર પડશે.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સમય થોડો મધ્યમ પરિસ્થિતિવાળો રહેશે. મનમાં ઉચાટનો અનુભવ તથા બેચેની રહે. શારીરિક સ્વસ્થતામાં થોડી વધુ કાળજી આવશ્યક બને. આર્થિક ક્ષેત્રમાં પરિસ્થિતિ યથાવત્ રહે. નહીં નફો નહીં નુકસાનનું સ્લોગન લાંબા સમય સુધી યથાવત્ રહે. નોકરીના ક્ષેત્રમાં ઉપલા અધિકારી સાથે મતભેદમાં ન ઉતરવું સલાહભર્યું રહેશે. કૌટુંબિક મિલકત સંબંધી સમસ્યા ઉકેલાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય સુખમય વ્યતીત થાય. આકસ્મિક ધન-લાભ આનંદમાં વધારો કરે. કોઈક જૂના વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. સમાજમાં પ્રશંસાને પાત્ર બનશો. વ્યવસાયિક કામગીરી સફળતાપૂર્વક પાર કરી શકશો. નોકરીના ક્ષેત્રે અનુભવ અને આત્મવિશ્વાસ આપની સફળતાનું કારણ બનશે. શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter