હળવે હૈયે

Wednesday 21st February 2018 02:00 EST
 

એક સ્ત્રીનો પતિ ઘણા લાંબા સમયથી કોમામાં હતો. તે ક્યારેક ભાનમાં આવતો અને ક્યારેક બેહોશ થઈ જતો. તેમ છતાં તે સ્ત્રી હંમેશા તેના પતિની સાથે જ રહેતી. કદી પણ તેને એકલો છોડતી નહીં.
એક દિવસ પતિ ભાનમાં આવ્યો અને પોતાની પત્નીને પાસે બોલાવીને કહ્યુંઃ મને ખબર છે તે મને કાયમ સાથ આપ્યો છે. મારા સારા-ખોટા બધા સમયમાં મારી જોડે જ રહી છે. મારી નોકરી ગઈ ત્યારે, મારો ધંધો બંધ થઈ ગયો ત્યારે આપણું ઘર લિલામ થયું ત્યારે, મારો એક્સીડન્ટ થયો અને અત્યારે હું પથારીવશ થયો ત્યારે પણ તું મારી સાથે જ છે. બસ હવે હું તને એટલું જ કહેવા માગું છું કે તું હવે મને છોડીને ચાલી જા. કેમ કે કદાચ તું જાય તો હવે મારા માટે સારો સમય આવે.

સન્તાનો દીકરો ફરિયાદ કરવા લાગ્યો. 'મેરે ગાલ મેં દર્દ હોતા હૈ.'
સન્તાઃ દર્દ કબ હોતા હૈ ?'
દીકરોઃ 'જબ સ્કુલ કી ટિચર થપ્પડ
મારતી હૈ'

ચંગુઃ તમે વાઈફ ખાલી બોલો જ છો કે હું તમને પ્રેમ કરું છું અને તમારા સિવાય કોઈની સાથે નહીં રહી શકું, પણ રોજેરોજ ઝઘડીને તું મારું અડધો શેર લોહી જાય છે. આમને આમ તો એક દિવસ મને હાર્ટ-એટેક આવી જશે અને તું જોતી રહી જઈશ. પછી રહેજે તને જેના પર વધારે પ્રેમ હોય તેની સાથે.
ચંપાઃ તમને કંઈ પણ થાય તો હું ફરી લગ્ન કરવાનું વિચારી પણ નથી શકતી.
પતિ (ચહેરા પર ચમક સાથે કહે છે)ઃ ખરેખર તું મને એટલો પ્રેમ કરે છે?
ચંપાઃ ના, પરણ્યા પછી મને સમજાઈ ગુયં છે કે બધા પુરુષો તમારા જેવા જ હોય છે. એકની એક ભૂલ બીજી વાર કરું એટલી મૂરખ હું નથી.

૨૬ જાન્યુઆરીના દિવસે બોલવા માટે સાહેબે બધાને ભાષણ લખી આવવાનું કહ્યું.
ચંગુએ ઘરે આવી તેના પપ્પાને કહ્યુંઃ પપ્પા, મારે ૨૬ જાન્યુઆરીના દિવસે સ્કૂલમાં ભાષણ કરવાનું છે એ લખી આપો.
પપ્પાએ કંટાળીને કહ્યુંઃ તું એ ભાષણ તારી મમ્મી પાસેથી લખાવી લે. તેને ભાષણ કરવાની સારી ટેવ પડી ગઈ છે માટે તે ઘણું જ સરસ રીતે લખી આપશે.
ચંગુએ કહ્યુંઃ પણ પપ્પા, મારે એ ભાષણ ફક્ત પાંચ મિનિટ સુધી ચાલે એટલું જ બોલવાનું છે માટે તમે જ લખી આપો.

સુબહ સે દૌડ રહી હૈ
ચાકુ લેકર બીવી...
સુબહ સે દૌડ રહી હૈ
ચાકુ લેકર બીવી...
મૈં ને તો બસ યૂં હી કહા થાઃ
ચીર કે મેરે દિલ કો દેખો
તેરા હી નામ લિખા હૈ.....

છગન પોતાની પત્ની લીલીને કહી રહ્યો હતો, ‘આ પુસ્તકમાં લખ્યું છે તે સાંભળ.’
‘કયું પુસ્તક છે?’ લીલીએ પૂછ્યું.
‘સુખી લગ્ન જીવનનું રહસ્ય’ છગને કહ્યું.
‘અચ્છા,’ લીલી બોલી, ‘તો એમાં શું લખ્યું છે?’
‘લેખકનું કહેવું છે કે,’ છગન બોલ્યો ‘ઘરની બાબતમાં પુરુષોને પણ છૂટથી બોલવાનો હક્ક હોવો જોઈએ.’
‘બિચ્ચારો!’ લીલી બોલી.
‘કેમ બિચારો?’
‘ત્યારે શું?’ લીલીએ કહ્યું, ‘આ પણ એ પુસ્તકમાં લખીને કહી શક્યો અને તમે પણ પુસ્તકમાં લખેલું વાંચીને બોલી શક્યા.’

ચંપાઃ અરે સાંભળો છો? ડોક્ટરે મને આરામ માટે પેરિસ અથવા સ્વિટ્ઝર્લેન્ડ જવાની સલાહ આપી છે. આપણે ક્યાં જઈશું?
ચંગુઃ બીજા ડોક્ટર પાસે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter