હળવે હૈયે...

હાસ્યઃ જોક્સ

Wednesday 05th June 2019 05:42 EDT
 

એક દિવસ પતિએ પત્નીને દારૂ ચખાડ્યો. પત્નીએ તરત જ કોગળો કરી નાંખ્યો ને બોલી, ‘અરે આ તો કડવા ઝેર જેવો છે! આવું શું પીતા હશો?’
પતિઃ બસ, એ જ તો કહું છું કે રોજ ઝેરના ઘૂંટડા ભરું છું ને બસ તને એમ છે કે મોજ કરું છું.

એક રૂપાળી યુવતી કાર સ્ટેન્ડ પાસે ઊભી હતી તેને જોઈ એક યુવાન બોલ્યો, ‘ચંદ્ર તો રાતે નીકળતો હોય છે, આજે દિવસે ક્યાંથી નીકળ્યો?’
યુવતીઃ ઘુવડ તો રાતે બોલતું હોય છે, આજે દિવસે કેમ બોલ્યું?

એક ચિંગુસ મંદિરમાં જઈ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.
‘હે ભગવાન, જો મને રૂ. ૧૦૦૦ મળશે તો તેમાંથી ૫૦૦ રૂપિયા તમારા ચરણોમાં ભેટ ચડાવીશ.’
પછી મંદિરની બહાર નીકળ્યોને ૫૦૦ રૂપિયાની નોટ મળી. ફટાક દઈને તેને ઊઠાવતા બોલ્યો, ‘અરે ભગવાન કાંઈક તો ભરોસો રાખવો તો! તમે તો પહેલેથી જ ૫૦૦ રૂપિયા કાપી લીધા.

કનુ સમુદ્રકિનારે સૂતો હતો.
એક અમેરિકને પૂછ્યું, ‘આર યુ રિલેક્સિંગ?’
કનુઃ નો નો આઈ એમ કનુ.
થોડી વાર રહીને બીજો અમેરિકન આવ્યો. તેણે પણ એ જ પૂછ્યું ‘આર યુ રિલેક્સિંગ?’
કનુ ફરી બોલ્યો, ‘નો નો આઈ એમ કનુ.’
થોડી વારમાં ત્રીજા અમેરિકને પણ એમ જ પૂછ્યું.
કનુ ચિડાઈને ત્યાંથી આગળ ચાલવા લાગ્યો. એક અમેરિકન સ્ત્રી સૂતી હતી.
કનુએ તેને પૂછ્યું ‘આર યુ રિલેક્સિંગ?’
પેલી કહે, ‘યસ’
કનુએ તેને એક લાફો માર્યો ને કહ્યું, ‘ત્યાં પેલા ત્રણેય તને ક્યારના શોધે છે અને તું અહીં સૂતી છે.’

શિક્ષકઃ ધારો કે દરિયાની બરાબર વચ્ચે એક પર લીંબુનું ઝાડ હોય અને તમારી પાસે ત્યાં જવા માટે કોઈ સાધન ન હોય તો લીંબુ તોડો કેવી રીતે?
ભૂરોઃ પક્ષી બનીને...
શિક્ષકઃ અલ્યા ડોબા, તને પક્ષી બનાવે કોણ?
ભૂરોઃ જેણે દરિયામાં વચ્ચે લીંબુનું ઝાડ વાવ્યું હોય એ...

એક એનઆરઆઈ વિદેશથી ૨૦ વર્ષ બાદ પરત આવ્યો
વિદેશીઃ વાહ, એ જ ખેતર અને એ જ મોસમ... ગામડે આવીને મજા પડી ગઇ, પણ આ માટીની સુંગધમાં ગરબડ થઈ ગઈ.
જીગોઃ એલા ભાઈ. જમીનની સુગંધ પણ એ જ છે તે ગાયનું છાણ ઉપાડીને સુંઘ્યું છે.

ટીચરઃ જિગા તું રોજ સ્કુલે મોડો કેમ
આવે છે?
જીગોઃ ટીચર, તમારે મારી રાહ ન જોવી. કલાસ ચાલુ કરી દેવો.

શિક્ષકઃ કેમ મોડો આવ્યો રાજુ?
રાજુઃ સ્કૂલની બહાર એક ભાઈની બે હજાર રૂપિયાની નોટ ખોવાઈ ગઈ હતી.
શિક્ષકઃ વાહ, તો તું એમને શોધવામાં મદદ કરતાં મોડો પડ્યો?
રાજુઃ ના હવે, હું એ નોટ ઉપર પગ રાખીને ઊભો હતો એ ભાઈ રવાના થયા પછી મારાથી અવાયું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter