હળવે હૈયે...

Wednesday 26th June 2019 06:14 EDT
 
 

સુખી લગ્નજીવન - ૧
હેન્ડસમ ચહેરો, મસલ્સવાળું બોડી, સિક્સ પેક એબ્સ, એટ્રેકટીવ હેર સ્ટાઇલ, મેગ્નેટીક પર્સનાલીટી, કરોડોની કમાણી... આ બધું હોવા છતાં લગ્ન ટકે જ એની કોઇ ગેરંટી નથી.
દાખલા તરીકે હૃતિક રોશન અને સુઝાનનાં લગ્ન.
સુખી લગ્નજીવન - ૨
બીજી બાજુ ગામડીયા જેવી હેર સ્ટાઇલ, ખરબચડો ચહેરો, હડફા જેવી ભાષા, ખડ્ડુસ સ્વભાવ, કોર્ટકેસ અને બદનામીથી ભરપૂર કેરિયર... આ બધું હોવા છતાં...
લાલુ યાદવની પત્ની રાબડી દેવી એમના જેલવાસમાંથી છૂટકારા માટે વ્રત રાખે છે, ઉપવાસ કરે છે!
(સારઃ ખોટી મહેનત રહેવા દો, પત્નીને શું ગમે છે એનું કાંઈ નક્કી જ નહિ !)

ચંગુએ વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો અને કહ્યુંઃ મારે અમેરિકાના પ્રેસિડેન્ટ થવું છે?
ટ્રમ્પઃ આર યુ એન ઈડિયટ?
ચંગુઃ નો. કેમ? એ ક્વોલિફિકેશન હોય તો જ બનાય?

સંતા જગજિત સિંહની ગઝલ સાંભળી રહ્યો હતો. ગઝલ હતીઃ યે દૌલત ભી લે લો, યે શૌહરત ભી લે લો...
એટલામાં બંતા પોતાની પત્ની સાથે ઝઘડો કરીને આવ્યો અને કહેવા લાગ્યો, ‘મૈં તો ઔર ભી બહોત પરેશાન હું, મેરી તો ઔરત ભી લે લો.’

મરઘીઓના ફાર્મમાં એક દિવસ ઈન્સ્પેક્શન માટે એક માણસ આવ્યો. તેણે પહેલા ફાર્મના માલિકને પૂછ્યું, તમે મરઘીને શું ખવડાવો છો?
માલિકઃ બાજરો.
ઈન્સ્પેક્ટરઃ બહુ ખરાબ ખાવાનું. આનું લાઈસન્સ રિજેકટ કરો.
બીજા ફાર્મના માલિકને પૂછ્યું, ‘તું શું ખવડાવે છે?’ તેણે કહ્યું, ‘ઘઉં.’
ઈન્સપેક્ટરઃ બહુ ખરાબ. આનું પણ લાઈસન્સ રદ જ કરો.
છેલ્લે ચંગુને પૂછ્યું. ચંગુ ડરતાં-ડરતાં બોલ્યો, ‘હું તો દરેકને પાંચ-પાંચ રૂપિયા આપી દઉં છું અને કહી દઉં છું કે જેને જે ભાવે એ ખાઈ લો.’

મનુભાઈઃ શું ક્યાર ક્યારનાં ખા ખા કરો છો. લગ્નમાં જમવાનું હોય પણ કેટલા કલાક?
ચંદુભાઈઃ અરે ભાઇ, હુંય કંટાળી ગયો છું ખાઇ ખાઇને, પણ કંકોતરીમાં ભોજનનો સમય સાંજે સાડા સાતથી સાડા દશ સુધીનો લખ્યો છે, તો શું કરું?

વાલિયોઃ કેળા કેમ આપ્યા?
કેળાવાળોઃ બે રૂપિયાનું એક...
વાલિયોઃ એક રૂપિયામાં આપવું છે?
કેળાવાળોઃ સાહેબ એટલામાં તો તેના છાલ જ મળી શકે.
વાલિયોઃ તો લે આ રૂપિયો... છાલ તારી પાસે રાખ ને અંદરનો ગલ આપી દે.

મંદીના માહોલનો ચિતાર
સંજયઃ અલ્યા ધંધાપાણી કેવા ચાલે છે?
મલયઃ અરે યાર જવા દેને, વાત જ કરવા જેવી નથી. જે લોકો કોઈ દહાડો ઉધારી ચુકવતા જ નહોતા ને ચૂકવવાના પણ નહોતા તેવાએ પણ મામલ ખરીદવાનો બંધ કરી દીધો છે યાર!

આયના સામે બેસીને વાંચતી બેબલીને ચકુએ પૂછ્યું. ‘આમ આયના સામે બેસીને કેમ વાંચે છે?
બેબલીએ એકમદ ક્રમવાર જવાબ આપ્યોઃ એક તો પહેલી વખત વાંચતા જ રિવિઝન પણ થઈ જાય, બીજું વાંચતી વેળા એકલું ન લાગે અને ત્રીજું, વાંચતા હોઇએ ત્યારે કોઈ આપણી પર નજર રાખનારું હોય તો સારું વંચાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter