હળવે હૈયે...

Tuesday 02nd July 2019 14:45 EDT
 
 

શેઠાણી થોડા દિવસ ફરીને પાછા આવ્યા એટલે નોકરે ચાવીને ઝૂડો તેની સામે મૂકતાં કહ્યું કે ‘હું તમારું કામ છોડું છું. તમને મારામાં વિશ્વાસ જ નથી.’
શેઠાણીઃ અરે, એવું તે કંઇ હોતું હશે, તને આખા ઘરની ચાવી કંઇ અમસ્તા આપીને ગયા હતા?
નોકરઃ પણ આમાંથી એકેય તિજોરીમાં તો લાગતી નથી.

એક વાર એક તરબુચવાળાને પૂછ્યું કે ‘તમને તરબુચ પર બે-ત્રણ વાર થપકી મારવાથી કઇ રીતે ખબર પડી જાય છે કે તરબુચ લાલ અને સ્વાદિષ્ટ છે?’
તરબુચવાળોઃ સાહેબ, સાચું કહું તો મને પણ ખબર નથી. પણ મારા બાપાએ શીખવાડ્યું છે કે પહેલાં બે તરબુચ પર થપકી મારીને પાછા મુકી દેવાનાં અને ત્રીજાને થપકારીને ગ્રાહકને પકડાવી દેવાનું. ગ્રાહક ખુશ થઈ જશે.

ભૂરોઃ પત્નીની સ્પીડ ચેક કરવી હોય તો એટલું જ કહેવાનું કે દૂધ ઊભરાય છે.
જિગોઃ અને પતિની?
ભૂરોઃ તેને એમ કહેવાનું કે તારો ચાર્જિંગમાં પડેલો મોબાઈલ તારી પત્નીએ હાથમાં લીધો છે અને ચેક કરે છે.

જિગોઃ ફેસબુક એકાઉન્ટ સાથે આધાર લિંક કરવાનું ફરજિયાત કરી દેવું જોઈએ.
ભૂરોઃ કેમ?
જિગોઃ યાર ખબર તો પડે કે જે અંજલી, સોનુ અને પ્રિયા જોડે ચેટિંગ કરીએ છીએ
તે ખરેખર છોકરીઓ જ છે કે પછી છેતરામણી થાય છે.

ભૂરોઃ જિગા આ પગે શું થયું?
જિગોઃ યાર, ગઈકાલે બાઈક ઉપરથી પડી ગયો હતો.
ભૂરોઃ દવા-દારૂ કરાયા કે નહીં?
જિગોઃ દારૂના કારણે પડ્યો હતો. હવે દવા કરાઉં છું.

ચંપાઃ સરફજન ખાઈશ?
ભૂરોઃ ના...
ચંપાઃ નારંગી ખાઈશ?
ભૂરો ના...
ચંપાઃ કેળા કે ચીકુ ખાઈશ?
ભૂરોઃ ના... ના...
ચંપાઃ બિલ્કુલ બાપ પર જ ગયો છે. પહેલા બે વેલણ જ ખાશે.

એક પરિવારને ત્યાં ૩૦૦૦ રૂપિયાનું ટેલિફોન બિલ આવ્યું. પતિએ રવિવારે સવારે પરિવારના સભ્યોની મિટિંગ બોલાવી અને ચર્ચા કરી.
પતિઃ મારી ઓફિસમાં તો મારી પાસે જ ફોન છે. હું તો તેનો જ ઉપયોગ કરું છું ઘરનો ફોન મેં યુઝ નથી કર્યો.
પત્નીઃ મારી તો સરકારી નોકરી છે. મને પણ ટેબલ ઉપર જ અલાયદો ફોન આપેલો છે, એટલે મારે પણ ઘરનો ફોન યુઝ કરવાની કોઇ જરૂર જ નથી પડતી.
દીકરોઃ અરે મારી તો કોર્પોરેટ ઓફિસ છે મને પણ ફોનની સુવિધા મળી છે. ઘરના ફોનને તો હું અડક્યો જ નથી.
દીકરીઃ મારી સામે તો જોતાં જ નહીં...
હું સવારે સાત વાગ્યે કોલેજ જાઉ છું
અને પછી જોબ પર. ત્યાં મને પણ ફોન
આપેલો છે.
આ સાથે જ બધાની નજર ખૂણામાં ઊભેલી કામવાળી તરફ ફરે છે...
કામવાળીઃ તો હું શું કરું... હું પણ જ્યાં નોકરી કરું ત્યાંનો જ ફોન યુઝ કરું ને.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter