હળવે હૈયે...

Wednesday 30th January 2019 06:16 EST
 

બહુ વરસો પહેલાં મોદી અને રાહુલે એક સાથે બેસીને ચા પીધી હતી.
આજે એ ચાનું નામ છેઃ ‘વાઘ-બકરી’ ચા!

જો તમે ચાલુ મેચે કોઇ ક્રિકેટરને ખરીદો છો તો તમે બુકી કે પન્ટર છો.
પણ જો આઇપીએલ હરાજીમાં તમે ક્રિકેટરની ખરીદી કરો છો તો તમે માત્ર ફ્રેન્ચાઇઝીના માલિક છો.

પિતાઃ દીકરી, મોટી થઇને તું શું કરીશ?
દીકરી ઃ લગ્ન...
પિતાઃ દીકરી, અત્યારથી કોઇનું બુરું ના વિચારાય.

છોકરોઃ પપ્પા, પપ્પા, આજે મને સ્કૂલના નાટકમાં પતિનો રોલ મળ્યો.
પપ્પાઃ ગધેડા, તારા ટીચરને કહે કે મને કંઇક ડાયલોગ બોલવા મળે એવો રોલ આપો!

સંતાએ બંતાનેઃ અરે તેં સાંભળ્યું કે ફેસબૂક વોટ્સએપને કરોડો ડોલરમાં ખરીદી રહ્યું છે.
બંતાઃ ખરેખર મુરખ કહેવાય. તેને તો મફત ડાઉનલોડ કરી શકાય.

પપ્પુએ બબલુને પૂછ્યુંઃ એવી કઈ જગ્યા છે કે જ્યાં બહુ બધા બેઠાં હોય તેમ છતાં તને એકલું લાગે?
બબલુઃ પરીક્ષાનો હોલ!

સુરેશઃ યાર, હું વિચારું છું કે દુનિયામાં કેટલા લોકો મૂર્ખા હશે?
રમેશઃ દર વખતે પોતાના વિશે જ વિચારે છે... ક્યારેક બીજાનો પણ વિચાર કર.

રાજુઃ રાત્રે મચ્છર કરડે તો શું કરવાનું?
ભૂરોઃ ખંજવાળીને સૂઈ જવાનું.. આપણે કંઈ રજનીકાંત તો નથી કે મચ્છરને પકડીને સોરી બોલાવીએ.

દીકરોઃ મમ્મી મને ઊંઘ નથી આવતી, કોઈ વાર્તા કહે.
મમ્મીઃ થોડી વાર રાહ જો, હમણાં તારા પપ્પા આવશે.
દીકરોઃ મોડું કેમ થયું એની વાર્તા એ જે મને સંભળાવશે એ તું પણ સાંભળી લેજે.

પતિએ પત્નીને ફોનમાં કહ્યુંઃ મેં વિચાર્યું કે તું મને મિસ કરતી હશે, લાવ ફોન કરું.
પત્નીઃ અને તમે હમણાં જ મારી સાથે ઝઘડીને ગયા તેનું શું?
પતિઃ અરે યાર, આતો ઘરે ફોન લાગી ગયો કે શું?

એક અંગ્રેજ પોતાની માતાની કબર પર ફૂલ ચડાવા ગયો તો...
એણે જોયું કે બાજુની કબર પર એક આદમી મોટે-મોટેથી રડતો હતો. અને બોલતો હતો કેઃ ‘અરે, તમે કેમ જતા રહ્યા. તમને નથી ખબર કે તમારા ગયા પછી મારા પર શું વિત્યું.’
અંગ્રેજ બોલ્યો, ‘ભાઈ હિંમત રાખ. એક દિવસ તો બધાને અહીં જ આવાનું છે.’ પેલા માણસે રડવાનું બંધ કર્યું.
અંગ્રેજઃ ભાઈ આ કોની કબર છે, તમારા પિતા કે માતા?
આદમીઃ અરે, મારી પત્નીના પહેલા પતિની છે.

પપ્પુએ જ્યોતિષીને પૂછ્યુંઃ મહારાજ મારા લગ્ન ક્યારે થશે?
જ્યોતિષીઃ ક્યારેય નહીં.
પપ્પુઃ કેમ?
જ્યોતિષીઃ કેવી રીતે થાય? તારા નસીબમાં તો રાજયોગ લખાયો છે, સુખ જ સુખ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter