હળવે હૈયે...

હાસ્ય - જોક્સ

Wednesday 11th March 2020 06:39 EDT
 
 

માનનીય નરેન્દ્ર મોદી
અને પ્રિય રાહુલ ગાંધી
જો તમે ભારતના આમ-આદમીની સમસ્યાઓ ખરેખર સાચી રીતે સમજવા માગતા હો...
તો પ્લીઝ પરણી જાઓ !

મનોચિકિત્સકોના એક અંદાજ મુજબ અમેરિકાની ૨૫ ટકા સ્ત્રીઓ માનસિક બીમારીઓની દવાઓ નિયમિત રીતે લે છે...
બાપ રે! એનો મતલબ કે અમેરિકાની ૭૫ ટકા સ્ત્રીઓ દવાઓ વિના છૂટ્ટી ફરે છે!

જીવનમાં એક વાત હંમેશાં યાદ રાખજો...
આંસુ લૂછનારા અનેક મળી આવશે પણ...
'નાક' લૂંછી આપનારૃં કોઈ મળતું નથી!
માટે...
રૂમાલ હંમેશાં ખિસ્સામાં રાખો

પતિ-પત્નીમાં ભયંકર ઝગડો થયો.
પતિઃ મૈં અપને પતિ-પદ સે ઇસ્તીફા દેતા હૂં.
પત્નીઃ વૈકલ્પિક વ્યવસ્થા હોને તક કૃપયા પદ પર બને રહેં....

એક આદમીના માથા પરથી લોહી નીકળી રહ્યું હતું એને ડોક્ટર પાસે લઈ જવાયો.
ડોક્ટરઃ તારું નામ?
દર્દીઃ ચંગુ.
ડોક્ટરઃ જન્મ તારીખ?
દર્દીઃ પહેલી માર્ચ ૧૯૬૦
ડોક્ટરઃ પરિણિત?
દર્દીઃ ના, ના, કાર એક્સિડેન્ટ!

સંતાઃ ઓયે તું તો ડોક્ટર કે પાસ જાને વાલા થા, ક્યા હુઆ?
બંતાઃ કલ જાઉંગા, આજ થોડી તબિયત ખરાબ હૈ?

એક દિવસ સંતા બહુ જ દુઃખી મનથી બોલ્યોઃ ‘આવું જીવવા કરતાં તો મોત જ સારું.’
અચાનક યમરાજ આવીને બોલ્યાઃ ‘લો ચાલો ત્યારે હું તમારો જીવ લેવા આવ્યો છું.’
સંતાઃ લ્યો બોલો, દુઃખી માણસ શું મજાક પણ ન કરી શકે?

રૂપિયા કિતના ભી ગિર જાય
વો ઉતના કભી નહિ
ગિર સકતા
જીતના આદમી
રૂપિયે કે લિયે ગિર ગયા હૈ !

ફાઇવસ્ટાર હોટલના મેનેજરે ફોન કરીને એની પત્નીને પૂછ્યું, ‘આજે જમવામાં શું બનાવ્યું છે?’
પત્નીઃ ‘સ્ટીમ્ડ, ફાઇન ગ્રેઇન્ડ વ્હાઇટ રાઇસ, હેન્ડપિક્ડ ઇન ધ નેચરલ ગ્રીન લેપ ઓફ ધ વિન્ધ્યાઝ..
એકમ્પનીડ બાય અ ગોલ્ડન લેન્ટીલ સુપ જેન્ટલી સિમર્ડ ઓવર ધ સ્મોલડરીંગ કિસીસ ઓફ ધ એન્જલ્સ...’
પતિઃ એટલે શું?
પત્નીઃ દાળ ભાત!
પતિઃ તો સીધું કહેને...
પત્નીઃ મેં તો એ જ કીધું જે તમે ફાઇવસ્ટાર હોટલવાળાઓ તમારા ઘરાકને કહો છો!

સંતાએ બંતાને પૂછ્યુંઃ તારી પત્નીનો દાંતનો દુઃખાવો મટ્યો કે નહીં?
બંતાઃ હા, દવાખાને જતાં જ સારું થઈ ગયું.
સંતાઃ કઈ દવાથી સારું થયું?
બંતાઃ દવા-બવા કંઈ નહીં. બસ, ડોક્ટરે કહ્યું કે આ ઘડપણની નિશાની છે. એ દિવસ પછી તેણીએ કદી દુઃખાવાની ફરિયાદ કરી નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter