હળવે હૈયે...

Wednesday 18th March 2020 06:11 EDT
 
 

એક દિવસ પપ્પુને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.
ફોનમાંથી યુવતીનો અવાજ આવ્યોઃ હેલો, તમે કુંવારા છો?
પપ્પુઃ (ખુશ થઈને) હા, હા, પણ તમે કોણ બોલો છો?
યુવતીઃ હું તમારી વાઈફ બોલું છું. સાંજે ઘરે આવો એટલે ખબર પાડું.
થોડી વાર પછી પપ્પુને પાછો એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો.
ફરીથી કોઈ યુવતીનો અવાજ આવ્યોઃ ‘શું તમે પરણેલા છો?’
પપ્પુઃ (ગભરાતાં) હા, પણ તમે કોણ?
યુવતીઃ હું તારી ગર્લફ્રેન્ડ? ધોખેબાજ!
પપ્પુઃ ઓહ સોરી... સોરી બેબી, મને લાગ્યું કે ફરી પાછો મારી વાઈફનો ફોન છે.
યુવતીઃ હું તમારી વાઈફ જ છું. આજે ઘરે આવો એટલે ખબર પાડું.

નેતા છગનને મેદાનમાંથી પથ્થરો વીણતાં જોઈને મગને પૂછ્યું, ‘અરે વાહ સાહેબ! તમે તો ભારે નિષ્ઠાવાન લાગો છો?’
છગનઃ કેમ શું થયું ભાઈ?
મગનઃ સાહેબ, તમે શ્રમ-સપ્તાહ ઊજવતા લાગો છો એટલે જાતે જ મેદાન સાફ કરવા લાગી પડ્યા છો.
છગનઃ ના ભાઈ ના, આજે રાતે અહીં મારું ભાષણ છે.

છગનકાકાનો ભત્રીજો મગન અમેરિકાથી આવ્યો હતો.
છગનકાકા તેને ભુજનું હમીરસર તળાવ જોવા માટે લઈ ગયા.
હમીરસર તળાવ જોઈ મગને કહ્યું, ‘વાઉ’
તરત છગનકાકાએ તરત કહ્યું, ‘ડોબા, આ વાવ નથી, તળાવ છે તળાવ.’

દર્દીઃ ડોક્ટર સાહેબ, તમે માથું, શરીર અને સાંધાનો દુઃખાવો બિલકુલ મટાડી દીધો, પણ એક તકલીફ મને હજી થાય છે. મને પરસેવો બિલકુલ નથી વળતો.
ડોક્ટરઃ ચિંતા ના કરશો. મારું બિલ જોઈને તમારી આ તકલીફ પણ દૂર થઈ જશે.

પપ્પાઃ બેટમજી, આ ફેસબુક-ફેસબુકથી કંઈ રોટલી નહિ મળે.
દીકરોઃ હા, પણ રોટલી બનાવવા વાળી તો મળશે ને!

ચંદુ (મંગુને)ઃ રાજનીતિમાં કેરિયર બનાવવી છે. કયા પક્ષમાં જવું જોઈએ?
મંગુઃ કોંગ્રેસમાં...
ચંદુઃ કેમ?
મંગુઃ બહુ ઊંચા પૈસા આપીને તને ભાજપમાં લાવવામાં આવશે.
ચંદુઃ હેં?!

જિગોઃ શું વિચારે છે?
ભૂરોઃ અત્યારનો માહોલ જોતાં લાગે છે ઉપરવાળો અનાજ નહીં રહેવા દે... પૈસા બેન્કવાળા નહીં રહેવા દે... અને ચીનવાળા લોકોના જીવ નહીં રહેવા દે.

શિક્ષકઃ બાળકો, વહેલા જાગવાના ફાયદા છે, આથી બધાએ વહેલા જાગવું જોઈએ.
ભૂરોઃ સાહેબ એકાદ ઉદાહરણ આપીને સમજાવોને...
શિક્ષકઃ ગઈ કાલે સવારે મારા ઘરે બિલાડી પાંચ વાગ્યે જાગી તો તેને ઉંદર મળ્યો અને ખાઈ ગઈ... હવે તમે જ કહો બિલાડીને લાભ થયો કે નહીં?
ભૂરોઃ સાહેબ, ઉંદર તો એના કરતાં વહેલો જાગ્યો એમાં જીવ ગયોને એનો...


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter