હળવે હૈયે...

હાસ્ય

Wednesday 13th March 2019 07:59 EDT
 

ચંગુઃ મારા પાડોશીનો છોકરો ગુમ થઈ ગયો.
મંગુઃ પછી શું કર્યું?
ચંગુઃ કંઈ નહીં. મેં તેમને કહ્યું કે ગૂગલ પર સર્ચ કરો. મળી જાય એટલે ડાઉનલોડ કરી લેજો.

એક યુવાન ભિખારીને જોઈને એક એજ્યુકેટેડ છોકરી અકળાઈ ગઈ અને ગુસ્સામાં બોલીઃ તુમ્હે શરમ નહીં આતી, ઈસ તરફ સડક પર ભીખ માંગતે હુએ?
ભિખારી બોલ્યોઃ તો ક્યા કરું મેડમ, દફ્તર ખોલ દૂં?

એક દારૂડિયો મોડી રાત્રે રસ્તામાં ચાલી રહ્યો હતો, એક પોલીસવાળાએ તેને રોક્યો.
પોલીસઃ તમે આટલી મોડી રાત્રે રસ્તા પર ફરવાનું કારણ જણાવી શકો છો?
દારૂડિયોઃ જો કારણ ખબર હોત તો મારા ઘરે જ ન જતો રહ્યો હતો.

એક પતિ દારૂ પીને અડધી રાતે ઘરે પહોંચ્યો. પૂરો નશામાં હતો. ઘરના દરવાજા પર જ તેની પત્ની ઝાડુ લઈને ગુસ્સામાં ઊભી હતી.
પતિઃ આ શું ડાર્લિંગ, હજી સુધી તું સાફસફાઈ કરે છે. હવે સુઈ જા. થાકી ગઈ હોઈશ.

બાબુઃ મારા કાકાની પાસે સાઈકલથી માંડીને હવાઈ જહાજ સુધી બધું જ છે
કનુઃ શું વાત કરે છે? તારા કાકાને શેનો બિઝનેસ કરે છે?
બાબુઃ રમકડાંની દુકાન છે.

ભૂરો સાઈકલ પર જતો હતો. એક છોકરી સાથે ભટકાયો
છોકરીઃ નાલાયક ઘંટડી નથી મારી શકતો?
ભૂરોઃ આખી સાઈકલ તો મારી, હવે ઘંટડી અલગથી મારું?

રમેશઃ અખબારમાં લગ્ન માટે જાહેરાત આપવી છે, ઓછામાં ઓછા શબ્દોમાં મારે શું લખવું જોઈએ?
સુરેશઃ ‘મગજ છે, તેને ખાવાવાળી જોઈએ છે.’

રિક્ષાવાળોઃ સાહેબ, ૩૦ રૂ. થયા.
પેસેન્જરઃ લે, આ ૧૫ રૂપિયા.
રિક્ષાવાળોઃ આ તો બેઈમાની છે...
પેસેન્જરઃ કઈ રીતે બેઈમાની થઈ? તું પણ મારી સાથે બેસીને આવ્યોને?

અજયઃ આઈ લવ યુ વાક્યની શોધ કયા દેશમાં થઈ?
વિજયઃ ચાઈનામાં...
અજયઃ કઈ રીતે?
વિજયઃ એમાં બધા ચાઈનીઝ ગુણ છે. નો ગેરંટી, નો વોરંટી. ચાલે તો ચાંદ સુધી, ના ચાલે તો સાંજ સુધી.

આકાશઃ બાળપણની ભૂલની સજા આજે પણ ભોગવી રહ્યો છું.
વિકાસઃ શું ભૂલ કરી હતી?
આકાશઃ બધાં કહેતાં હતાં કે દેડકાંને પથ્થર મારીશ તો પત્ની મૂંગી મળશે, ત્યારે બહુ ડર લાગતો હતો. હવે લાગે છે કે કાશ, પથ્થર મારી જ દીધા હોત.’

પરેશઃ હે ભગવાન, મને સરકારી નોકરી અપાવી દે.
ભગવાનઃ નારિયેળ, કેળાં, સફરજન કંઈ નથી લાવ્યો?
પરેશઃ પ્રભુ, તમે કર્મ કરો, ફળની ચિંતા ન કરો.

છોકરોઃ તમે છોકરીઓ વિદાય થતી વખતે આટલું બધું રડો છો કેમ?
છોકરીઃ જ્યારે તું વગર પગારે બીજાના ઘરે કામ કરવા જઈશને ત્યારે તને પણ રડવું આવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter