હળવે હૈયે...

હાસ્ય-જોક્સ

Wednesday 29th April 2020 08:00 EDT
 
 

બકોઃ માથાના દુઃખાવાની ગોળી આપો.
કેમિસ્ટઃ પ્રિસ્ક્રીપ્શન લાવ્યા છો સાથે?
બકોઃ હા, લો આ રહ્યું.
કેમિસ્ટઃ અત્યારે ચલાવી લઉં છું નેક્સ્ટ ટાઈમ પ્રિસ્ક્રીપ્શન જ જોઈશે. દર વખતે મેરેજ સર્ટીફીકેટ બતાવીને લઈ જાઓ છો.

પિતાઃ જો આ વખતે તું પરીક્ષામાં નાપાસ થાય તો મને પપ્પા કહીને ના બોલાવતો.
પરિણામ આવ્યા બાદ પિતાએ પૂછ્યું, ‘શું આવ્યું રિઝલ્ટ?’
પુત્રએ ગુસ્સામાં કહ્યું, ‘ચંપકલાલ તમે પપ્પા સાંભળવાનો અધિકાર ગુમાવી દીધો છે.’

૨૦૨૦નો અલ્ટ્રામોર્ડન ભિખારીઃ એ માઇ થોડા ખાના દે દે, કૂછ ખાયા નહિ હૈ...
સ્ત્રીઃ અભી બનાયા હી નહિ હૈ, ક્યા દૂં મેરા સર?
ભિખારીઃ ગરમ ના હો માઈ, ખાના બન જાને કે બાદ જરા મિસ કોલ દે દેના...

નર્સરીના વિદ્યાર્થીએ એક્ઝામ શીટ પર સૂસૂ કરી દીધું.
શિક્ષિકાઃ અરે ચિન્ટુ, તેં આ શું કર્યું?
યમનઃ ટીચર, મમ્મીએ કહેલું કે પહેલાં જે આવડે તે કરજે.

‘લાઈફ’ને સુધારવા એક ‘વાઈફ’ બસ છે.
પણ...
‘વાઈફ’ને સુધારવા માટે આખી ‘લાઈફ’ પણ કમ છે.
 - સ્વામીશ્રી પતિગયાનંદ

વીસ-પચ્ચીસ સાધુઓનું ટોળું હિમાલય તરફ જઈ રહ્યું હતું. એક ન્યુઝ રિપોર્ટરે પૂછ્યું, ‘તમે બધા બાબા ભેગા થઈને ક્યાં જઈ રહ્યા છો?’
સાધુઃ અમે હિમાલયમાં જઈને સમાધિ લઈ લઈશું.
રિપોર્ટર: કેમ?
સાધુઃ જ્યારથી એફબી અને વ્હોટ્સએપ આવ્યું છે ત્યારથી મોટા મોટા જ્ઞાનીઓ ઊભા થઈ ગયા છે. હવે આ સંસારમાં અમારી કોઈને જરૂરત નથી.

એક દિવસ મગન સમોસું તોડીને અંદરથી બટાકાનો મસાલો ખાઈ રહ્યો હતો.
આ જોઈને દુકાનદાર કહે, ‘કેમ મગન મસાલો જ બહુ ભાવે કે?’
‘ના કાકા, હું બીમાર છું. અને મને તો ડોક્ટરો બહારનું ખાવાની ના પાડી છે એટલે...’

રેસ્ટોરાંમાં જમ્યા બાદ પત્નીએ પતિને કહ્યું, ‘વેઈટરને કંઈક તો ટીપ આપો.’
પતિએ વેઈટરને બોલાવીને કહ્યુંઃ ‘સુખ-શાંતિ જોઇતા હોય તો ક્યારેય લગ્ન ન કરતો...’

છગન (મગનને)ઃ લોકડાઉન ખૂલે પછી પહેલું કામ શું કરીશ?
મગનઃ લોકડાઉન ખૂલે એટલે સૌથી પહેલા એ લોકોને ગોતવા છે જેણે મને સાલમુબારક કહેલું.
છગનઃ હા હા હા!

પતિએ પત્નીને કહ્યુંઃ ૧૫ દિવસથી તારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયો છું.
પત્નીઃ તો બહાર જઈને પોલીસના હાથે ખાઈ આવો. ચેન્જ મળી જશે.

છગન (મગનને)ઃ પત્ની એક જ સ્થિતિમાં હાર સ્વીકારે છે.
મગન- કઈ?
છગનઃ જો એ હાર સોનાનો હોય તો.
મગનઃ હેં!?


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter