હળવે હૈયે...

હાસ્ય - જોક્સ

Wednesday 20th May 2020 07:32 EDT
 
 

લગ્નના થોડા દિવસ પછી સંતાની વાઈફે સંતાને પૂછ્યું, ‘જાનુ, હું તમને કેટલી સારી લાગું છું.’
સંતાઃ બહુ સારી.
વાઈફઃ બહુ એટલે કેટલી?
સંતાઃ બહુ એટલે બહુ બધી.
વાઈફઃ તો પણ કેટલી?
સંતા અકળાયો ને બોલ્યોઃ એટલી બધી કે તારા જેવી જ એક બીજી લાવી દેવાની ઇચ્છા થાય છે.

એક યુવક યુવતીને જોવા ગયો. ૧૦ મિનિટ એકલામાં બેઠા પછી પણ યુવતીએ કંઈ જ ન પૂછ્યું. છેલ્લે ડરતાં-ડરતાં પૂછ્યુંઃ ભાઈ તમે કેટલા ભાઈ-બહેન છો?
યુવકઃ હમણાં સુધી ત્રણ હતાં. હવે ચાર થયાં.

એક પતિએ તેની પત્ની નવું-નવું ઇંગ્લિશ શીખવ્યું હતું.
એક દિવસ પત્નીએ કહ્યુંઃ ચાલો ઊઠો, હવે ડિનર લઈ લો.
પતિઃ ડોબી, આ બપોરનો ટાઈમ છે એને લંચ કહેવાય.
પત્નીઃ ડોબા, આ ગઈ કાલ રાતનું ખાવાનું છે.

પિંકી તેની ફ્રેન્ડ ચંપાનેઃ પહેલા તો મારો પતિ ભાગી-ભાગીને મારી ફરમાઈશ પૂરો કરતો હતો.
ચંપાઃ તો હવે?
પિંકીઃ હવે મારી ફરમાઈશ સાંભળીને ભાગી જાય છે.

જિગોઃ એક ગ્લાસ પાણીઆપને.
લીલીઃ કેમ તરસ લાગી છે?
જિગોઃ ના, ગળામાં પંચર ચેક કરવું છે.

ચંપાઃ અરે મારો ભાઈ ઘણા દિવસે આપણા ઘરે આવ્યો છે તો જરાક એને જમવાનું તો પૂછો?
ભૂરોઃ સાળા સાહેબ, ભોજન કરીને આવ્યા છો કે ઘરે જઈને કરશો?

લીલીઃ હું ઘર છોડીને જાઉં છું.
જિગોઃ હું પણ મંદિરે જાઉં છું.
લીલીઃ કેમ હું મારો ઇરાદો બદલું એની ભગવાનને વિનવણી કરવા?
જિગોઃ ના... પૂજારીને કહેવા કે તમારા મંત્રોની અસર થઈ અને હું ચિંતામુક્ત થઈ રહ્યો છું.

લીલીઃ લોકોની કંકોતરીમાં હાથમાં મહેંદી મૂકવાની વિગત હોય છે જ્યારે ચંપાની કંકોત્રીમાં તો માથે મહેંદી મૂકવાની વાત કરી છે.
ભૂરોઃ ચંપાની ઉંમર તો જો, ઢળતી વયે માથામાં જ મહેંદી હોય.

ડોક્ટરઃ આ ચાર દાંત કેવી રીતે તૂટ્યા?
જિગોઃ મારી પત્નીએ સુખડી બનાવી હતી.
ડોક્ટરઃ અરે પણ આટલી કડક સુખડી ખવાતી હશે, ના પાડી દેવી હતી.
જિગોઃ ના પાડી એમાં જ તો તૂટ્યા.

ચંપાઃ તમને એક કરોડ રૂપિયાની લોટરી લાગે ને એ જ દિવસે મને કોઈ કિડનેપ કરીને તમારી પાસે એક કરોડની ખંડણી માંગે તો તમે શું કરો?
ભુરોઃ મને મારા નસીબ પર વિશ્વાસ છે. મને એક દિવસમાં બે લોટરી લાગે જ નહીં.

પત્ની (હાથમાં વેલણ સાથે)ઃ આજે તમે એક ખાશો કે બે?
પતિઃ પહેલા એ ચોખવટ કર કે પરોઠું કે ભાખરી? આમાં ખોટી ગેરસમજ થાય છે.

એક ડોક્ટર દર્દી પાછળ દોડી રહ્યો હતો. બધાએ પૂછ્યું કેમ આની પાછળ દોડો છો?
ડોક્ટરઃ પાંચ વાર આવું કર્યું છે આણે. મગજનું ઓપરેશન કરાવવા આવે છે અને માથાના વાળ કપાવીને ભાગી જાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter