હળવે હૈયે...

Wednesday 10th April 2019 07:00 EDT
 

ભૂરોઃ જલદી એક ગ્લાસ જ્યૂસ પીવડાવી દે મારપીટ થવાની છે.
જ્યૂસવાળોઃ આ લો પી લો...
ભૂરોઃ જલદી બીજો ગ્લાસ પીવડાવી દે.
જ્યૂસવાળોઃ આ લો પી લો...
ભૂરોઃ હજુ બીજા બે ગ્લાસ પીવડાવી દે મારપીટ થવાની છે.
જ્યૂસવાળોઃ અરે, ક્યારે મારપીટ થવાની છે? કોની સાથે થવાની છે?
ભૂરોઃ તું જ્યુસના પૈસા માગીશ ત્યારે.

ભૂરોઃ દોસ્ત પરિવર્તન વિશે કંઈક જણાવ.
જિગોઃ કભી બાદલો કી ગરજ સુનકર
લિપટ જાતી થી મુઝસે, આજ વો બાદલો સે જ્યાદા ગરજતી હૈ...

છોકરીઃ હું કવિતા બોલું છું.
ભૂરોઃ હા બોલો, ગમશે તો તાળી વગાડીશ.

ભૂરોઃ આ પત્નીઓ ખરી હોય છે નહીં?
જિગોઃ કેમ?
ભૂરોઃ બપોરે પાડોશણ પાસે આપણી ખોડ કાઢતી હોય અને સાંજે આપણી સામે પાડોશણની ખોડ કાઢે.

લીલીઃ સરસ ફેસવોશ આપો.
ભૂરોઃ લો મેડમ આ સરસ છે, તેમાં ગુલાબ, કેસર, બદામ અને મિલ્ક ક્રીમ છે.
લીલીઃ અલ્યા ફેસવોશ આપે છે કે ફાલુદા.

ચંપાઃ મારે પિયર આવ્યે દસ દિવસ થઇ ગયા... તમે યાદ કરો છો?
જિગોઃ એટલું બધું યાદ રહેતું હોત તો બોર્ડમાં ટોપર ના થઈ ગયો હોત.

લીલીઃ શું તમને પાર્ટીમાં ડાન્સ કરવાનું ગમશે?
ભૂરોઃ હા, હા કેમ નહીં.
લીલીઃ ઓકે... તો તમે ડાન્સ ફ્લોર પર પહોંચો, હું તમારી ખુરશી લઈ લઉં.

પતિઃ તેં આ કેવી દાળ બનાવી છે, નથી મીઠું નાખ્યું, નથી મરચું નાખ્યું, નથી બરોબર વઘાર કર્યો, બસ આખો દિવસ મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે.
પત્નીઃ તમે મોબાઈલ સાઈડમાં મૂકીને જમવાનું રાખો. ક્યારના પાણીના ગ્લાસમાં રોટલી બોળીને ખાવ છો.

પત્નીઃ સાંભળો છો. અમારા ગામમાં પહેલો બોલતો રેડિયો મારા પપ્પા લાવ્યા હતા.
પતિઃ અરે ગાંડી, તારી મમ્મી માટે આમ ન બોલાય.

છોકરીઃ પેલી છોકરી કેટલાં સમયથી તારા પત્ની સામે જોઈ રહી છે.
સહેલીઃ મને ખ્યાલ છે. હું તો એ જોઈ રહી છું કે, મારા પતિ કેટલાં સમય સુધી પોતાની ફાંદને અંદર રાખીને ઊભા રહી શકે છે.

જિગો ભગવાનના મંદિરમાં ગયો અને બૂમો મારવા લાગ્યો, ‘હે ભગવાન, મને શક્તિ આપો જેથી હું મારી પત્નીનો સામનો કરી શકું. તેની સાથે લડી શકું.’
પૂજારી બોલ્યા, ‘આને સાઇડમાં બેસાડો ભાંગ વધારે ચડી ગઈ છે.’

ભૂરોઃ શું કરે છે?
જિગોઃ પેરિસ ફરું છું.
ભૂરોઃ અહીં બેઠા બેઠા?
જિગોઃ હા, ગૂગલ મેપ ઉપર.

પત્નીઃ તમારા જન્મદિવસ માટે સરસ કપડાં લીધા છે.
પતિઃ અરે વાહ, બતાવ તો ખરી?
પત્નીઃ હમણાં જ પહેરીને આવું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter