હળવે હૈયે...

Wednesday 08th May 2019 05:26 EDT
 
 

પત્નીઃ હું કાલે ઈન્ડિયા પાછી આવવાની છું. તમારા માટે કાંઈ લાવવાનું હોય તો કહો.
પતિઃ મારે જિંદગીની સમજણ અને તેનો પર્યાય ઉકેલીને મારા આત્માને રસસભર બનાવવો છે. સ્વયં સંપૂર્ણતાને પાર પહોંચીને ઈશ્વર સાથે એકાકાર થઈને આત્માના અવાજને ઓળખવો છે, પ્રિયે!
પત્નીઃ ગોળ ગોળ વાત નહીં, સીધું કહી દો. બ્લેક લેબલ લાવવાની છે કે શિવાઝ રિગલ?

પતિઃ આજે એવી ચા બનાય કે રોમે રોમમાં દીવા થાય.
પત્નીઃ ચામાં દૂધ નાખું કે કેરોસીન?

ઘરવાળીએ એક દિવસ થાકેલા અવાજે પતિદેવને કહ્યું કે તમારે દર વર્ષે મને ૧૫
દિવસ પિયર જવા દેવી જ જોઈએ. એ મારો અધિકાર છે.
પતિદેવ બિચારા સરકારી નોકરિયાત. એ કહે કે વ્હાલી એમ નહીં તું એક અરજી લખી આપ પછી વિચારીશું.
પત્ની કહે, વાંધો નહીં. તેણે રજા અરજી લખીને આપી.
ત્રીજા દિવસે પતિએ અરજી ઉપર નોંધ કરીને લખ્યું કે તમારી લાગણી અને માંગણી યોગ્ય છે. તમારી ૧૫ દિવસની રજાઓ મંજૂર રાખવામાં આવે છે. પણ તમારી ગેરહાજરીમાં તમારો ચાર્જ અન્યને સોંપવાની વ્યવસ્થા કરીને જશો...
પતિદેવને નિરાંત થઇ ગઇ છે, આજ સુધી બીજી વાર રજાની અરજી ક્યારેય આવી નથી.

પિન્કી (પિન્ટુને)ઃ લગ્ન પહેલા તમે કહ્યું હતું કે તમે મારા માટે આખી દુનિયા સાથે લડી શકો છો.
પિન્ટુઃ હા, બિલકુલ કહ્યું હતું.
પિન્કીઃ તો લગન પછી તમે આખો દિવસ મારી સાથે જ કેમ લડયા કરો છો?
પિન્ટુઃ કારણ કે તું જ મારી દુનિયા છો, ડાર્લિંગ.

જિગોઃ મારે ફોટો પાડવો છે.
ફોટોગ્રાફરઃ આખી કોપીના ૩૦ રૂપિયા, અડધીના ૧૫...
જિગોઃ અડધી કોપી કરો, પણ મારા બૂટ આવવા જોઈએ.
ફોટોગ્રાફરઃ અડધી પણ થશે અને બૂટ પણ આવશે.
જિગોઃ એ કેવી રીતે?
ફોટોગ્રાફરઃ બૂટ માથે રાખી દે.

મેનેજરઃ જિગાભાઈ અભિનંદન નોકરી માટે તમારી પસંદગી થઈ ગઈ છે.
જિગોઃ થેન્ક યુ સાહેબ...
મેનેજરઃ એક ચોખવટ કરી લઉં.
જિગોઃ બોલોને...
મેનેજરઃ આ વર્ષે તમારો પગાર છ લાખ રૂપિયા વાર્ષિક રહેશે. આવતા વર્ષથી પગાર આઠ લાખ કરાશે.
જિગોઃ કંઈ વાંધો નહીં. તો પછી હું ત્યારથી જ આવીશ.

ભૂરોઃ (ફોન કરીને) હેલો! મારે એક વાત કહેવી છે તને...
ચંપાઃ બોલો.
ભૂરોઃ આજે હું જીવનમાં જે કંઈ છું તે તારા કારણે જ છું. તારા થકી જ મારું જીવતર ઊજળું છે. મારી જિંદગીને આટલી સુખી અને સુંદર બનાવવા બદલ હું તારો હૃદયપૂર્વક આભાર માનું એટલો ઓછો છે. તારા કારણે જ મને આ જિંદગીમાં જીવવાનું નવું જોમ મળે છે...
ચંપાઃ ચાર પેગ મારી લીધા હોય તો ઘરે આવી જાવ હું કશું જ નહીં કહું.
ભૂરોઃ સારું, દરવાજો ખોલ... બહાર જ છું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter