હાસ્યઃ હળવે હૈયે

જોક્સ

Wednesday 12th June 2019 05:31 EDT
 

ભૂરોઃ આજે સરસ જવાનું બનાવજે અને ઘરનો બધો સરસામાન સંતાડી દેજે પાછળ સ્ટોરરૂમમાં...
ચંપાઃ કેમ એવું તો શું થયું?
ભૂરોઃ આજે મારા મિત્રો ઘરે આવવાના છે પાર્ટી કરવા
ચંપાઃ તો તમારા મિત્રો થોડું કંઈ આપણા ઘરેથી કંઈ લઈ જવાના છે.
ભૂરોઃ એ લઈ નથી જવાના પણ પોતાના ઘરનો કોઈ સામાન હોય તો ઓળખી તો જાયને?

જિગોઃ હેલો ડોક્ટર સાહેબ એક વાત પૂછવી હતી.
ડોક્ટરઃ બોલો...
જિગોઃ ગઈ સાલ તમે મને રોજના ૫ કિમી ચાલવાની સૂચના આપી હતી.
ડોક્ટરઃ હા તો, તમારા માટે એ સારું જ
છે ને.
જિગોઃ સારું તો છે પણ અત્યારે હું અફઘાનિસ્તાન પહોંચવા આવ્યો છું. ત્યાંથી યુ ટર્ન મારું કે પછી રશિયા તરફ આગળ વધવાનું છે.

છોટુ અને મોટુ શરાબ પીને ફરવા નીકળ્યા. શરાબનો નશો ચડી ગયો. બંને ઘેર જવા પાછા નીકળ્યા, પણ ઘર શોધી ન શક્યા.
છોટુઃ હવે શું થશે?
મોટુઃ તારું શું થશે એ તો મને નથી ખબર, પણ મારી પત્ની મને શોધી કાઢશે. આ મહિનાનો પગાર મારા ગજવામાં છે.

સન્તાને એક સવાલ છેલ્લા ૩૦ વર્ષથી પરેશાન કરે છેઃ ‘અગર કેમેરા કા લેન્સ ગોલ હોતા હૈ તો યે ફોટો કયું રેક્ટેન્ગલ નીકલતી હૈ?’

ચંપાઃ ઘરેથી બહાર નીકળતાં સહેજ પ્રાર્થના કરીને જાઓ તો બધા કામ સારા થાય.
ભૂરોઃ લગ્નના દિવસે આવું જ કર્યું હતું, પણ પરિણામ જોયા પછી બધું બંધ કરી દીધું.

લીલીઃ અરે, આમ મોટે મોટેથી હસો તો છો શા માટે, ઝડપથી બારણું ખોલો મારે અંદર
આવવું છે.
ભૂરોઃ મને મારા ગુરુએ શીખવાડ્યું છે કે, નજર સામે ગમેતેવી મુસીબત હોય પણ તેનો હસીને સામનો કરો.

પતિઃ ઝડપથી ચા બનાવી આપ.
પત્નીઃ જાતે બનાવી લો.
પતિઃ અત્યારે દલીલ નથી સાંભળવી, માથું દુઃખે છે, ચા બનાવ.
પત્નીઃ મારું પણ ગળુ દુઃખે છે. તમે જાતે બનાવી લો.
પતિઃ ઠીક છે, ચા રહેવા દે. તું મારું માથું દબાવી દે અને હું તારું ગળું દબાવી આપું.

ચંપાઃ કાલે તમે પડોશણ સાથે ફિલ્મ જોવા ગયા હતા?
જિગોઃ હા...
ચંપાઃ તો અમે શું ગુનો કર્યો?
જિગોઃ એવું નથી. તને ખબર તો છે કે, આજકાલ પરિવાર સાથે બેસીને જોવા એવી ફિલ્મો આવતી જ નથી.

આર્મીમાં કમાન્ડો માટે એક વ્યક્તિનો ઈન્ટરવ્યુ લેવાઇ રહ્યો હતો.
ઈન્ટરવ્યુ લેનારઃ ‘અમને શંકાશીલ, હંમેશા એલર્ટ, નિર્દયી, હંમેશા આક્રમક, ડિટેક્ટિવ માઈન્ડ હોય અને અને સામે વાળાને મારી નાખવાની ઈચ્છા રાખતી હોય એવી વ્યક્તિની જરૂર છે. શું તમને લાગે છે કે તમે આ પોસ્ટ માટે યોગ્ય છો?
ઈન્ટરવ્યુ આપનારઃ સર, મારી પત્ની અપ્લાય કરી શકે?


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter