હળવે હૈયે...

બહુ વરસો પહેલાં મોદી અને રાહુલે એક સાથે બેસીને ચા પીધી હતી.આજે એ ચાનું નામ છેઃ ‘વાઘ-બકરી’ ચા!•

હાસ્યઃ હળવે હૈયે...

ડોક્ટરઃ તમને ભૂતકાળમાં ક્યારેય ન્યૂમોનિયાથી તકલીફ થઈ હતી?રાજુઃ હા...ડોક્ટરઃ ક્યારે?રાજુઃ સ્કુલમાં હતો ત્યારે સ્પેલિંગ નહોતો આવડ્યો તેમાં એક માર્ક માટે નાપાસ થયો હતો.•

ભિખારીઃ શેઠ મારા પરિવારથી દૂર થઈ ગયો છું, મળવા માટે ૨૦૦ રૂપિયાની જરૂર છે.શેઠઃ પણ તારો પરિવાર છે ક્યાં?ભિખારીઃ સામે મલ્ટીપ્લેક્સમાં ‘સિંઘમ્’ જોવા ગયો છે.•

વીજળી પડવાથી ચંગુ મરી ગયો. સ્વર્ગમાં ગયો તો તેનાં ચહેરા પર સ્માઈલ જ સ્માઈલ હતું.ભગવાન નવાઈ પામ્યા અને ચિત્રગુપ્તને ઈન્કવાયરી કરવા કહ્યું.ચિત્રગુપ્તે ચંગુને પૂછ્યું તો ચંગુએ કહ્યુંઃ અરે, અચાનક વીજળી પડી એટલે ઝબકારો થયો પણ મને એમ કે કોઈ ફોટા પાડી...

એક બાત કભી સમજ મેં નહીં આતી કે દારૂ કી દુકાન કા ‘વાસ્તુશાસ્ત્ર’ કૌન કરતા હૈ?ચાહે નાલે પર હો, છિતરી-બિતરી હો, સામને ગડ્ડા હો, છપ્પર ફટા હો, ગલત દિશા હો, ગંદકી સે ભરા હો... ફિર ભી હંમેશા ભીડ લગી રહતી હૈ!•

મોદી સાહેબ વરસોથી કહેતા રહ્યા છે કે ‘હું ખાતો નથી, અને ખાવા દેતો નથી...’શરૂઆત એમણે ‘મેગી’થી કરી છે!•

ઘણી મહેનત પછી નટુએ એક ગામડાની છોકરીને પટાવી.નટુઃ તને વોટ્સએપ આવડે છે?છોકરીઃ ના પણ તું ચલાવજે, હું પાછળ બેસી જઈશ.•

એક ઘટનાનું વિશ્લેષણ...એક બેન્કમાં લૂંટારાઓ લૂંટ કરવા ગયા. ગેંગના લિડરે બધાને કીધુંઃ ‘ડરો નહિ, આ પૈસા દેશના છે, પણ જીવ તમારો પોતાનો છે... ચૂપચાપ જમીન પર સૂઈ જાવ!’બધા સૂઈ ગયા... આને કહેવાય ‘માઇન્ડ ચેઇન્જીંગ કન્સેપ્ટ’ગેંગનો એક સાથી જે બીકોમ પાસ...

ડોક્ટર મંગુ નવા ગામમાં પ્રેક્ટિસ કરવા આવ્યા ત્યારે ગામના એક વડીલે તેમને કહ્યુંઃ દાક્તર, તમે છો તો મજાના માણસ, પણ અમારા ગામમાં તમે ફાવશો નહીં. અહીં અમે બધા એવા તંદુરસ્ત છીએ કે તમારી અગાઉ આવેલા દાક્તર બિચારા ભૂખે મરી ગયા ત્યારે જ અમને સ્મશાન બાંધવાનો...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સિરિયલમાં 'ગોકુલ ધામ'માં રહેતી તમામ મહિલાઓ શા માટે હંમેશાં ખુશ દેખાય છે?વિચારો... ધ્યાન દઈને વિચારો...- અરે, એમના કોઈના ઘરમાં 'સાસુ' નથી!•to the free, weekly Gujarat Samachar email newsletter