હળવે હૈયે...

ચિન્ટુઃ (પપ્પાને)ઃ પપ્પા, કાલે આપણે માલામાલ થઈ જશું.પપ્પાઃ કેમ?લલ્લુઃ કાલે ટીચર પૈસાને રૂપિયામાં બદલતા શીખવવાના છે.•

હળવે હૈયે...

લોકડાઉનમાં ઘરમાં બેઠેલી પત્નીએ પતિને કીધું...પત્નીઃ એવો કયાં કાયદો છે કે રોજ મારે જ તમને રસોઈ કરીને જમાડવાના...પતિઃ દુનિયાનો નિયમ છ કે કેદીને સરકાર જ જમાડે.•

પત્નીઃ હું કાલે ઈન્ડિયા પાછી આવવાની છું. તમારા માટે કાંઈ લાવવાનું હોય તો કહો.પતિઃ મારે જિંદગીની સમજણ અને તેનો પર્યાય ઉકેલીને મારા આત્માને રસસભર બનાવવો...

ભૂરોઃ જલદી એક ગ્લાસ જ્યૂસ પીવડાવી દે મારપીટ થવાની છે.જ્યૂસવાળોઃ આ લો પી લો...ભૂરોઃ જલદી બીજો ગ્લાસ પીવડાવી દે.જ્યૂસવાળોઃ આ લો પી લો...ભૂરોઃ હજુ બીજા બે ગ્લાસ પીવડાવી દે મારપીટ થવાની છે.જ્યૂસવાળોઃ અરે, ક્યારે મારપીટ થવાની છે? કોની સાથે થવાની...

મેનેજરે માલિકને પૂછ્યું, ‘સાહેબ તમારી ઓફિસમાં પરણેલાં માણસોને જ કેમ નોકરીએ રાખો છો?માલિકઃ કેમ કે તેમને અપમાનિત થવાની ટેવ પડી ગઈ હોય છે, અને ઘરે જવાની ઉતાવળ પણ હોતી નથી.•

સંતા એક વાર મારૂતિ ફ્રન્ટીની હરાજીમાં ગયો હતો.ત્યાં ઘણા બધા લોકો ઊંચી રકમની બોલી લગાવતા હતા.૧૫ લાખ...૨૦ લાખ...૨૫ લાખ...૪૦ લાખ...આ લાંબુ ચાલ્યું એટલે સંતા અકળાયો અને મોટેથી બોલ્યો આ જૂની ગાડીમાં એવું તો છે શું?ડીલર કહેઃ આ ગાડીના ૨૩ વાર એક્સિડન્ટ...

એક માણસ લાયબ્રેરીમાં ગયો અને આપઘાત વિશે પુસ્તક માંગ્યું. લાયબ્રેરીયને તેને પગથી માથા સુધી જોઈને સવાલ પૂછયો, ‘આપું તો ખરો પણ તે કોણ પાછું આપી જશે તે કહેવું પડશે!’•

ચંગુઃ મારા પાડોશીનો છોકરો ગુમ થઈ ગયો.મંગુઃ પછી શું કર્યું?ચંગુઃ કંઈ નહીં. મેં તેમને કહ્યું કે ગૂગલ પર સર્ચ કરો. મળી જાય એટલે ડાઉનલોડ કરી લેજો.•

બહુ વરસો પહેલાં મોદી અને રાહુલે એક સાથે બેસીને ચા પીધી હતી.આજે એ ચાનું નામ છેઃ ‘વાઘ-બકરી’ ચા!•

ડોક્ટરઃ તમને ભૂતકાળમાં ક્યારેય ન્યૂમોનિયાથી તકલીફ થઈ હતી?રાજુઃ હા...ડોક્ટરઃ ક્યારે?રાજુઃ સ્કુલમાં હતો ત્યારે સ્પેલિંગ નહોતો આવડ્યો તેમાં એક માર્ક માટે નાપાસ થયો હતો.•

ડોક્ટર: સાંભળો, તમારા ઓપરેશન પછી અમને ખબર પડી છે કે મારા હાથનું એક મોજું તમારા પેટમાં રહી ગયું છે. ફરી સર્જરી કરીને પેટમાંથી કાઢવું પડશે.નટુ: ડોક્ટર તમેય ખરા છોને! એક મોજું કાઢવા ફરી સર્જરી કરશો? આ લો... ૨૦ રૂપિયા. બજારમાંથી નવું ખરીદી લેજો!•

એક સ્ત્રીનો પતિ ઘણા લાંબા સમયથી કોમામાં હતો. તે ક્યારેક ભાનમાં આવતો અને ક્યારેક બેહોશ થઈ જતો. તેમ છતાં તે સ્ત્રી હંમેશા તેના પતિની સાથે જ રહેતી. કદી પણ તેને એકલો છોડતી નહીં. એક દિવસ પતિ ભાનમાં આવ્યો અને પોતાની પત્નીને પાસે બોલાવીને કહ્યુંઃ મને...to the free, weekly Gujarat Samachar email newsletter