વાર્તાકાર રામ મોરીને દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર

Wednesday 28th June 2017 06:50 EDT
 

અમદાવાદઃ સામાજિક રીતરિવાજો, સ્ત્રીઓનું સમાજમાં સ્થાન અને સ્ત્રીઓની લાગણી પર આધારિત વાર્તાસંગ્રહ ‘મહોતું’ના રચયિતા યુવા વાર્તાકાર રામ મોરીને દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર તાજેતરમાં જાહેર થયો છે. રામ મોરીની વાર્તા ‘૨૧મું ટિફિન’ પરથી હાલમાં જ એક પ્રચલિત મોનોલોગ પણ બની ચૂક્યો છે ને એકથી વધુ વાર્તાઓ પરથી નાટકો અને ફિલ્મો બનાવવા માટેનાં આયોજન ચાલી રહ્યાં છે. ૨૩ વર્ષીય રામ મોરી કદાચ સૌથી નાની ઉંમરનો સર્જક છે જેને દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર મળી રહ્યો છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter