પંજાબમાં રૂ. ૧૦ કરોડના ખર્ચે કૂતરાંની ટ્રેનિંગ સ્કૂલ! 21/07/2015 2:24 pm Vikram Nayak મોહાલીઃ પંજાબનાં મોહાલી શહેર નજીક ૪૦ એકર જમીનમાં રૂ. ૧૦ કરોડનાં ખર્ચે કૂતરાંને તાલીમ આપવા માટે સ્કૂલ બનાવાઇ છે. આ સ્કૂલમાં અમેરિકા અને પંજાબના ટ્રેનર્સ દ્વારા કૂતરાંને ખાસ તાલીમ અપાશે. આ માટે પંજાબ સરકારે એક કંપની સાથે સહિયારી કંપની સ્થાપી છે.
એનએચએસનો ગંજાવર ખર્ચ 21/07/2015 2:47 pm Kamal Rao સરકાર આપણી પાસેથી વેરા ઉઘરાવીને એનએચએસની સેવાઅો પાછળ ગંજાવર ખર્ચ કરે છે. પરંતુ કમનસીબી એ છે કે દેશની જનતા પૈકી મોટા ભાગના લોકો એનએચએસની સેવાઅોથી નારાજ છે. દર ત્રણ દિવસે £૧ બિલિયનનો ખર્ચો કરતા એનએચએસના બજેટ અને ખર્ચા વિષે વિસ્તૃત સમાચાર 'ગુજરાત સમાચાર'માં વાંચ્યા.
શ્રી સનાતન મંદિર, લેસ્ટરના પ્રમુખ તરીકે કુ. વિભુતિબેન આચાર્યની વરણી 21/07/2015 2:57 pm Kamal Rao શ્રી સનાતન મંદિર, લેસ્ટરના ૨૦૧૫-૧૬ના પ્રમુખ તરીકે કુ. વિભુતિબેન આચાર્ય ચૂંટાઇ આવ્યા છે. નવયુવાન કાર્યકરોને સમાજ અને મંદિરની જવાબદારી સોંપવા અને નવી યુવાન પેઢીને વહીવટ માટે તૈયાર કરવાના અભિગમ અંતર્ગત છેલ્લા ૧૫ વર્ષથી મંદિરના પ્રમુખપદે સેવા આપતા શ્રી રમણભાઇ બાર્બરે સ્વેચ્છાએ પદ પરથી રાજીનામુ આપ્યું હતું.
પશ્ચિમ એશિયામાં પરિવર્તનનો પવન 21/07/2015 3:19 pm Vikram Nayak ઇરાન પરમાણુ સમજૂતીના પગલે પશ્ચિમ એશિયાના રાજકીય માહોલમાં ધરમૂળથી બદલાવનો તખ્તો રચાઇ ગયો છે. મંત્રણાઓ અને વાટાઘાટોના લાંબા દોર બાદ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)ના પાંચ કાયમી સભ્યો અમેરિકા, બ્રિટન, ચીન, રશિયા, ફ્રાન્સ ઉપરાંત જર્મની એમ છ વિશ્વસત્તાઓ અને ઈરાન વચ્ચે પરમાણુ શસ્ત્રો બાબતે ઐતિહાસિક સમજૂતી થઇ છે. જે અનુસાર, ઇરાન પરમાણુ શસ્ત્રોના નિર્માણ માટે ઉભું કરેલું માળખું નેસ્તનાબૂદ કરવાની પ્રક્રિયા શરૂ કરશે.