આ હોમ સેન્સર વૃદ્ધોના પડી જવાના ત્રણ અઠવાડિયાં પૂર્વે આગાહી કરે છે 15/03/2017 7:23 am Mukesh Patel કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ જ્યારે ચાલતાં ચાલતાં પડી જાય છે ત્યારે તેમની તંદુરસ્તી અને શરીર માટે તે જીવલેણ પુરવાર થઈ શકે છે. જોકે હવે તમે તમારા ઘરમાં મોનિટરિંગ સિસ્ટમ ગોઠવી શકો તેવાં હોમસેન્સર્સ આવી ગયાં છે જે કોઈ પણ વ્યક્તિ પડવાની હોય તેનાં ૩ અઠવાડિયાં પહેલાં તેની આગાહી કરે છે. આ વાત આમ તો વિજ્ઞાનની કથાવાર્તા જેવી લાગે છે પણ ઇન્ફ્રારેડ મોનિટર્સ કોઈ વૃદ્ધ વ્યક્તિનું પડવાનું જોખમ છે કે કેમ તેની અગાઉથી જાણ કરે છે.
હળવે હૈયે... 15/03/2017 7:33 am Mukesh Patel નટુ (તેના મિત્ર ગટુને) યાર, તેં ખૂબ જ શ્રીમંત સ્ત્રીને લગ્ન કરવા માટે કેવી રીતે મનાવી લીધી? ગટુઃ તેને મેં આસાનીથી મનાવી હતી. મેં તેને તેના ૩૫મા જન્મદિવસે ૨૫ ગુલાબો મોકલ્યાં હતા.•
કમ્પ્યુટર આવડતું ન હોવાથી ૬૦ વર્ષે નોકરીમાં કાઢ્યાઃ ૮૧ વર્ષની ઉંમરે આઇફોન માટે એપ બનાવી 15/03/2017 7:54 am Mukesh Patel જાપાનનાં માસાકો વોકામિયા ૮૧ વર્ષનાં છે. આ ઉંમરે તેમણે આઈફોન માટે એપ બનાવી છે. ‘હિનાદન’ નામની આ એપ લોકોને જાપાનની પરંપરાગત ઢીંગલીઓને યોગ્ય રીતે પ્રદર્શિત કરતા શીખવે છે. માસાકોએ કહ્યું કે મારો હેતુ તો સિનિયર સિટિઝન્સને ટેક્નોફ્રેન્ડલી બનવા માટે પ્રેરિત કરવાનો છે. જેથી તેઓ ટેક્નોલોજીના માધ્યમથી પોતાની જીવનશૈલી વધુ બહેતર બનાવી શકે.
આ માઇલસ્ટોન માત્ર અંતર જ નહીં, કરુણા અને સંવેદનશીલતા પણ દર્શાવે છે 15/03/2017 7:53 am Mukesh Patel આ સાથે રજૂ કરેલી તસવીરમાં એક મહિલાએ ઘાસનો ભારો એક પથ્થર પર મૂક્યો છે. એ પથ્થરનું નામ છે ‘થાકલા’. હકીકતમાં આ એક અલગ પ્રકારનો માઇલસ્ટોન છે. નજીકના ગામનું અંતર દર્શાવતા આ માઇલસ્ટોનની કથા ખૂબ રસપ્રદ છે.
ચ્યુંઇગમ અને બ્રેડ તમારા આરોગ્ય માટે હાનિકારક છે 15/03/2017 7:22 am Mukesh Patel ચ્યુંઇગમ, બ્રેડ કે પ્રોસેસ્ડ ફૂડ તમારાં આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. સંશોધકોનું કહેવું છે કે લાંબા સમય સુધી આવા પદાર્થો તમારા પેટમાં જતાં ઇન્ફેકશન થઈ શકે છે. વિવિધ તૈયાર સામગ્રીમાં ઈ-૧૭૧નાં સ્વરૂપમાં જેની હાજરી હોય છે તે ટિટેનિયમ ડાયોકસાઈડ કોષ-બંધારણનાં માળખાંને નુકસાન પહોંચાડે છે. તેના પગલે પેટમાં નુકસાનકારક બેકટેરિયા પહોંચે છે. એટલું જ નહીં, પરંતુ કેટલાક પોષક દ્રવ્યોનું પાચન થવાની કામગીરી પણ અટકી જતી હોય છે.