ઇટલીમાં ૧૦૦ દર્દીએ ૧૨નાં મૃત્યુ, ભારતમાં આ સરેરાશ ૨.૭૫ ટકા

Tuesday 14th April 2020 06:43 EDT
 

નવી દિલ્હી: જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીએ જણાવ્યું છે કે વિશ્વના ૧૮૧ દેશો કોરોનાનો સામનો કરી રહ્યા છે. વિશ્વમાં ૧૧ લાખથી વધુ કેસ નોંધાયા છે. કોરોના વિશ્વભરમાં ૬૦ હજાર લોકોનો ભોગ લઈ ચૂક્યો છે. સમગ્ર વિશ્વમાં ઇટાલીનો મૃત્યુદર સૌથી ઊંચો છે. ઇટાલીમાં કોરોના સંક્રમણના પ્રત્યેક ૧૦૦ કેસે ૧૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. જ્યારે ફ્રાન્સ બીજા ક્રમે છે. અહીં પ્રત્યેક ૧૦૦ કેસે ૧૦ મૃત્યુ થયા છે. ત્રીજા ક્રમે નેધરલેન્ડમાં પ્રત્યેક ૧૦૦ કેસમાં ૯થી વધુ લોકોના મૃત્યુ નોંધાયા છે. ભારતમાં સોમવાર સુધીમાં કોરોનાના ૪૨૮૧ કેસ અને ૧૧૧ દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. ભારતમાં સરેરાશ મૃત્યુદર ૨.૭૫ ટકા રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter