DDLJના શો ચાલુ જ રહેશે

Thursday 11th December 2014 10:03 EST
 

આ ફિલ્મ ૨૦ ઓક્ટોબર, ૧૯૯૫ના રોજ રિલીઝ થઈ હતી ત્યારથી તે મરાઠા મંદિરમાં દર્શાવવામાં આવે છે. અગાઉ એક જ થિયેટરમાં સાત વર્ષ ‘શોલે’ ફિલ્મ ચાલી હતી, પણ ૨૦૦૭માં DDLJ એ ‘શોલે’નો પણ રેકોર્ડ તોડ્યો હતો.

મરાઠા મંદિરના મેનેજિંગ ડાયરેક્ટર મનોજ દેસાઈએ કહ્યું હતું કે, 'ફિલ્મ ચલાવવા માટે ૯૦૦ અઠવાડિયાં ચલાવ્યા બાદ અમે અને યશરાજ પ્રોડક્શને ફિલ્મને ૧,૦૦૦ સપ્તાહ ચલાવવાનો નિર્ણય લીધો હતો, જે ૧૨ ડિસેમ્બર, ૨૦૧૪ના દિવસે પૂરાં થઈ રહ્યાં છે. ‘આટલાં વર્ષો થવા છતાં રવિવારે શો હાઉસફૂલ હોય છે. ગત રવિવારે જ ટિકિટબારી પર ‘હાઉસફુલ’નું પાટિયું મૂકવું પડ્યું હતું.’ સવારે ૧૧.૩૦ વાગ્યે શરૂ થતા આ ફિલ્મના શોની ટિકિટ અન્ય ફિલ્મો કરતાં ઓછી એટલે કે માત્ર ૧૫, ૧૮ અને ૨૦ રૂપિયા જ રાખવામાં આવી છે. આટલાં વર્ષો સુધી ફિલ્મ ચલાવવા પાછળ વિશ્વવિક્રમ સ્થાપવાનો ઉદ્દેશ્ય હોવાનું કહેતાં દેસાઈએ ઉમેર્યું હતું કે, ‘શરૂઆતનાં ૫૦૦ સપ્તાહ સુધી ફિલ્મને નફો મેળવવા માટે ચલાવાઈ હતી ત્યાર પછી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોડ્ર્ઝમાં પ્રવેશ મેળવવા માટે ૧,૦૦૦ અઠવાડિયા ચલાવવાનો નિર્ણય લેવાયો હતો.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter