અમિષા પટેલ મીડિયા પર ભડકીઃ મને ‘અમિષાજી’ કહીને બોલાવો

Monday 08th August 2016 08:47 EDT
 
 

મુંબઈઃ અમિષા પટેલની આગામી ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’ની પત્રકાર પરિષદ વખતે અમિષા મીડિયા પર ભડકી ઊઠી હતી. પત્રકારો સાથે વાતચીત ચાલુ થતાં જ પહેલાં તો અમિષાએ રાડ પાડીને ‘સાયલન્સ’ કહ્યું હતું. જોકે પત્રકારોએ તેની આમન્યા જાળવીને પોતપોતાની જગ્યા લીધી હતી. એ પછી પત્રકારોએ સવાલો પૂછવા માટે તેને અમિષાનું સંબોધન કર્યું ત્યારે એણે રિપોર્ટરોને કહ્યું કે, મને ‘અમિષા જી’ કહીને બોલાવો.

આ ઉપરાંત અમિષાને ત્રણ વર્ષ સુધી ફિલ્મોથી દૂર રહેવાનું કારણ પૂછ્યું તો તેણે ગુસ્સામાં આવીને કહ્યું કે, પ્રશ્ન પૂછનારાને જો એટલી અક્કલ હોય કે હું પ્રોડ્કશન હાઉસ સેટ કરવામાં બિઝી હતી. તો આવો પ્રશ્ન ન પૂછ્યો હોત! કો-સ્ટાર પ્રિટી ઝીંટા પણ આ વાતચીતમાં ગુસ્સામાં દેખાતી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter