ઇરફાન ખાનનું પુનરાગમન ‘અંગ્રેજી મીડિયમ’નું પોસ્ટર રિલીઝ

Saturday 15th February 2020 05:59 EST
 
 

કેન્સરની જીવલેણ બીમારીની લંડનમાં સારવાર લઈને ભારત પાછા આવેલા કલાકાર ઇરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’નું પોસ્ટર તાજેતરમાં રિલીઝ થઈ ગયું છે. ફિલ્મની હિરોઇન રાધિકા મદને ઇન્સ્ટાગ્રામ પર ઈરફાનનો એક વીડિયો શેર કરીને લખ્યું છે કે, ‘અંગ્રેજી મીડિયમ’, ઇરફાનસરનો હ્રદયસ્પર્શી મેસેજ... તમારા બધા માટે...’ અંગ્રેજી મીડિયમ ફિલ્મમાં ઇરફાન અને રાધિકા ઉપરાંત કરીના કપૂર, રણવીર શૌરી, પંકજ ત્રિપાઠી અને દીપક ડોબરિયાલ પણ છે. ‘હિન્દી મીડિયમ’ ફિલ્મની સફળતા બાદ ‘અંગ્રેજી મીડિયમ’ બની છે. ફિલ્મના ડિરેક્ટર હોમી અડજણિયા છે અને નિર્માતા દિનેશ વિજન છે. રાધિકા ઇરફાનની પુત્રીના રોલમાં છે અને કરીના પોલીસ ઓફિસરના રોલમાં છે. ફિલ્મ ૨૦ માર્ચે રિલીઝ થવાની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter