ઉપેન પટેલ અને કરિશ્મા તન્નાનું સગાઇનું ગતકડું

Thursday 14th May 2015 06:36 EDT
 
 

બહુચર્ચિત રિયાલીટી શો ‘બિગ બોસ’માં જેમની વચ્ચે ગાઢ સંબંધો સ્થાપાયા હતા તે કરીશ્મા તન્ના અને ઉપેન પટેલ પોતાના સંબંધોને નવું સ્વરૂપ આપવાનું ઇચ્છતા હોય તેમ લાગે છે. કારણ કે, આ યુવા પ્રેમીઓએ એક ડાન્સ રિયાલિટી શોના સેટ પર એકબીજાને વીંટી પહેરાવી હતી. આ શોમાં પરફોમન્સ પૂરું કરીને ઉપેન પોતાના ઘૂંટણો પર બેસી ગયો હતો અને કરિશ્મા સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો. કરિશ્માએ પણ આ પ્રસ્તાવને ઉત્સાહથી મંજૂરી આપી હતી અને પછી બન્નેએ એકબીજાને વીટીં પહેરાવી હતી.

જોકે ઘણા લોકો કહે છે કે કરિશ્મા અને ઉપેનનો આ ફક્ત પબ્લિસિટી સ્ટંટ છે, જે શોના ફાયદા માટે છે. જોકે સાચી વાત તો સમય આવ્યે જ જાણવા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter