ઉપેન પટેલ-કરિશ્મા ફિલ્મમાં સાથે દેખાશે

Monday 29th June 2015 07:53 EDT
 
 

ડાન્સ રિયાલિટી શો- ‘નચ બલિયે ૭’ની જોડી ઉપેન પટેલ અને કરિશ્મા તન્ના હવે એક ફિલ્મમાં સાથે દેખાશે. આ બંનેએ તાજેતરમાં એક ફિલ્મ સાઇન કરી છે. કરિશ્મા તન્નાએ ટ્વિટર પર આ ફિલ્મ અંગેની માહિતી આપી હતી. તેણે ટ્વિટ કર્યું કે, ‘ચીનના દિગ્દર્શક સાથે ફિલ્મ સાઇન કરવાથી ખૂબ ઉત્સાહિત છું’. ઉપેને પણ ટ્વિટર કહ્યું કે, ‘હું કરિશ્મા સાથે કોઈ ફિલ્મમાં કામ કરવા માટે ચીનની ટૂર પર જવા ખૂબ ઉત્સાહિત છું, તેના માટે ભગવાનનો આભાર માનું છું.’ આ બંને કઈ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે તે અંગે હજી કોઈ ખુલાસો થયો નથી. થોડા સમય પહેલા આ બંનેએ નચ બલિયેના સેટ પર જ સગાઈ કરીને સૌને ચોંકાવ્યા હતાં, જેમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા બંનેના પરિવારોએ તેમની સગાઈ નિહાળઈ હતી. ઉલ્લેખનીય છે કે ઉપેન અને કરિશ્મા બિગબોસ ૮માં સાથે કામ કરતાં એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter