બેબી

Saturday 31st January 2015 05:58 EST
 

દેશના કેટલાક જાંબાઝ આર્મી અધિકારીઓમાં અજયસિંહ રાજપૂત (અક્ષય કુમાર)નો સમાવેશ થાય છે. હંમેશાં એવું કહેવાય છે કે સૈનિક દેશ માટે જીવ આપવા માટે તત્પર હોય છે, પરંતુ અજય એવું માનતો નથી. અજય દૃઢપણે માને છે કે દેશ માટે જાન આપવાની જરૂર નથી, પણ દેશને જે કોઈ નુકસાન કરે છે તેનો ખાતમો કરવા માટે જ તે જન્મ્યો છે. આતંકવાદ સામે લડવા સતત સક્રિય રહેતા અજયની લડત આ વખતે મૌલાના મોહમ્મદ રહેમાન (રાશિદ નાઝ) સામે છે. મૌલાના અને તેના ખાસ એવા બિલાલખાને (કે કે મેનન) ભારતમાં આતંકવાદી હુમલો કરવાનું ષડ્યંત્ર રચ્યું છે, પણ એ ષડ્યંત્ર પાર પડે તે પહેલાં જ તેની બાતમી ભારતીય ગુપ્તચર એજન્સીને મળે છે. હવે બાકીની કડીઓ ઉકેલવાની છે, દેશ પર થનારા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવાનો છે અને એ પછી આતંકવાદીઓ સાથે જોડાયેલા છે તેમને સૌને ખતમ પણ કરવાના છે. અજયસિંહ રાજપૂત આ મિશન હાથમાં લે છે, પણ એ કામ દરમિયાન તેની સામે અનેક પડકારો આવે છે. ધર્મના નામે આતંક મચાવનાર આ આતંકવાદીઓને ધર્મનું કોઈ બંધન નડતું નથી. અજયને અટકાવવા માટે તે લોકો એ બધા જ વિકલ્પ અપનાવે છે જેની ક્યારેય અજયે કલ્પના પણ નહોતી કરી.

-----------

નિર્માતાઃ ભૂષણકુમાર, ક્રિષ્ણકુમાર, શીતલ ભાટિયા

દિગ્દર્શકઃ નીરજ પાંડેય

સંગીતકારઃ મીત બ્રધર્સ અંજાન

ગીતકારઃ મનોજ મુન્નાશીર

ગાયકઃ અપેક્ષા દાંડેકર, પેપોન, રમ્યા બોહરા, એમ.એમ.કરીમ વગેરે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter