કરણ, અર્જુન અને રણવીર સામે કેસ કરવા આદેશ

Friday 13th February 2015 10:57 EST
 

અભદ્ર કોમેડી શો એઆઈબી નોકઆઉટમાં ભાગ લેનાર બે અભિનેતા અને એક દિગ્દર્શક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા કોર્ટે આદેશ કર્યો છે. આ કોમેડી શોમાં એકદમ અશ્લીલ શબ્દોના પ્રયોગ કરાયા હતા એને યુ-ટયુબ પર મુકાયા હતા.

આ હસ્તીઓમાં કરણ જોહર, રણવીર સિંહ અને અર્જુન કપૂરનો સમાવેશ થાય છે. આ ત્રણેય લોકો કોમેડી શોના મુખ્ય આકર્ષણ હતા. આ શોનું શૂટિંગ ૨૦ ડિસેમ્બરે મુંબઇના એનએસસી ગ્રાઉન્ડમાં થયું હતું. આ ઉપરાંત શોમાં હાજરી આપનારી દીપિકા પદુકોણ અને આલિયા ભટ્ટ સામે પણ કેસ કરાશે.

આ શો સામે અશ્લીલતાની ફરિયાદ થતા યુ-ટયુબમાંથી એને ઉતારી લેવામાં આવ્યો હતો. સંતોષ દોંડકર નામના એક સામાજિક કાર્યકરે ગીરગામની કોર્ટમાં એક અરજી કરીને ફરિયાદ કરી હતી કે આ શો અશ્લીલ અને અસભ્ય હતો. આ વિવાદાસ્પદ શોને કારણે બોલીવૂડમાં પણ મતભેદ ઊભા થયા હતા.

કેટલાકે તેની તરફેણ કરી હતી જ્યારે આમીરખાને જાહેરમાં એની ટીકા કરી હતી. આમીરે કહ્યું હતું કે, ‘મારા મતે આ શો એકદમ ‘હિંસક’ હતો. હિંસા શાબ્દિક અને લાગણીની પણ હોઈ શકે. તમે કોઈનું અપમાન કરો ત્યારે તમે હિંસા આચરો છે.’ તેણે વધુમાં કહ્યું હતું કે જો કાયદાનો ભંગ થયો ન હોય તો શોમાં સામેલ હસ્તીઓ સામે પગલા લેવાની જરૂર નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter