ફિલ્મ રિવ્યુઃ ગોલિવૂડની પ્રથમ સ્પોર્ટ્સ ફિલ્મ ‘ગુજરાત ૧૧’

Friday 06th December 2019 05:52 EST
 
 
ગુજરાતી ભાષાની પ્રથમ સ્પોર્ટ્સ ફિલ્મ ‘ગુજરાત ૧૧’ સિનેમાગૃહોમાં આવી ચૂકી છે. સલમાન ખાનની ફિલ્મ ‘જય હો’માં કો-સ્ટાર રહેલી અભિનેત્રી ડેઈઝી શાહ ‘ગુજરાત ૧૧’માં ફૂટબોલ કોચની ભૂમિકામાં છે. ગુજરાતી ડેઈઝી શાહની આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે.
જયંત ગિલાટર લેખિત નિર્દેશિત ફિલ્મ ‘ગુજરાત ૧૧’ ફૂટબોલ પર આધારિત એક્શન ઈમોશનલ સ્પોર્ટ્સ ડ્રામા છે. અલગ અલગ માહોલ અને કુટુંબમાંથી આવતા બાળકોને તેમની કોચ ફૂટબોલની આકરી ટ્રેનિંગ આપીને તેમને નેશનલ લેવલ સુધી રમવા માટે તૈયાર કરે છે. બાળકોની ટ્રેનિંગથી લઈને મેચ સુધી કેટલાય પડકારોનો સામનો સૌએ કરવાનો રહે છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મનું ટ્રેલર બોલિવૂડના દબંગ હીરો સલમાન ખાનને પણ ખૂબ પસંદ આવ્યું હતું અને સલમાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ફિલ્મના ટ્રેલરનો વીડિયો શેર કરીને ફિલ્મને શુભેચ્છા પણ પાઠવી હતી.
‘ગુજરાત ૧૧’માં ડેઈઝી શાહ સાથે પ્રતીક ગાંધી, રૂપકુમાર રાઠોડ, કેવિન દવે, ચેતન દૈયા જેવા મંજાયેલા કલાકારો છે. આ ફિલ્મના નિર્માતાઓ યશ શાહ, હરેશ પટેલ, એમ એસ જોલી અને જયંત ગિલાટર છે. મૂવિના સંવાદો દિલીપ રાવલે લખ્યાં છે.
ફિલ્મનું સંગીત રૂપકુમાર રાઠોડે આપ્યું છે અને ફિલ્મના બે ગીતો ‘ઢોલીડા’ અને ‘જોશ છે’માં રૂપકુમાર રાઠોડનો સ્વર પણ સાંભળવા મળે છે.નિર્દેશકઃ જયંત ગિલાટર
કલાકારોઃ ડેઈઝી શાહ, પ્રતીક ગાંધી, કેવિન દવે, ચેતન દૈયા
સંગીતઃ રૂપકુમાર રાઠોડ

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter