જાહેરાતમાં બચ્ચન પરિવાર દેખાશે સાથે

Thursday 19th March 2015 07:56 EDT
 
 

અમિતાભ બચ્ચનનો સંપૂર્ણ પરિવાર ટૂંક સમયમાં એક જાહેરાતમાં સાથે દેખાશે. અત્યાર સુધી અમિતાભ, અભિષેક, ઐશ્વર્યા રાય જુદા જુદા જાહેરાતોમાં દેખાતા હતા. પણ પ્રથમવાર આ પરિવાર એક સાથે એક જ જાહેરાતમાં દેખાશે. બચ્ચન પરિવારના તમામ સભ્યો સેલેબ્રિટિ છે તે તેમાંથી કોઇપણ એકને એક જાહેરાતમાં લેવા એ મોંઘો સોદો હોય છે. આમ, આ તમામ સભ્યોને એક સાથે જાહેરમાં લેવા ચોક્કસથી મોંઘો સોદો હશે. બચ્ચન પરિવાર એક ઓનલાઇન શોપિંગ પોર્ટલ માટે બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે,જેમાં ચારેય સાથે દેખાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter