તાપસી અભિનિત ‘થપ્પડ’ને વિરોધની થપાટ

Tuesday 03rd March 2020 06:25 EST
 
 

તાપસી પન્નુની ફિલ્મ ‘થપ્પડ’ સિનેમાગૃહોમાં આવી ચૂકી છે. ઘરેલુ હિંસા પર આધારિત ફિલ્મ ‘થપ્પડ’ને સેન્ટર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને એક પણ કટ વગર યુ (અનરિસ્ટ્રિક્ટેડ) સર્ટિફિકેટ આપ્યું હતું. અનુભવ સિંહાની આ ફિલ્મમાં તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં તાપસી ઉપરાંત પવેલ ગુલાટી તથા કુમુદ મિશ્રા મહત્ત્વના રોલમાં છે. ફિલ્મના નિર્માતા અનુભવ સિંહા અને ભૂષણ કુમાર છે.
આ ફિલ્મ ઘરેલુ હિંસા પર આધારિત છે. આ ફિલ્મમાં તાપસીને તેનો પતિ થપ્પડ મારે છે અને પછી તે પતિ સાથે રહેવા માગતી નથી. તેના પર આ ફિલ્મ આધારિત છે. અનુભવ સિંહાની ‘મુલ્ક’ તથા ‘આર્ટિકલ ૧૫’ બાદ આ પણ એક સોશિયલ મેસેજ આપતી ફિલ્મ છે.
તાપસીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ડોમેસ્ટિક વાયલોન્સ માટે માન્યતા છે કે તે શ્રીમંતોમાં કે શ્રેષ્ઠ પરિવારોમાં થતી નથી, પરંતુ કેટલાક અપર મિડલ ક્લાસ તથા એજ્યુકેટેડ લોકોના ઘરમાં પણ તેને સામાન્ય ગણવામાં આવે છે. આ ફિલ્મ આવા સુધરેલા પરિવારોમાં સ્ત્રી પર થતી હિંસા પર જ આધારિત છે.
ટ્વિટર પર ‘બોયકોટ થપ્પડ’ ટ્રેન્ડિંગની કમાણી પર અસર!
દીપિકા પદુકોણની ‘છપાક’ રિલીઝ થઈ એ પહેલાં દીપિકાએ જેએનયુની મુલાકાત લીધી હતી અને તેમાં થયેલી હિંસાને વખોડી હતી. તાપસી પન્નુએ પણ જેએનયુ-જામિયા યુનિવર્સિટીમાં થયેલી હિંસા વિરુદ્ધ થયેલા પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ડિરેક્ટર અનુભવ સિંહાએ સીએએ - એનસીઆરનો વિરોધ કર્યો છે. તેની અસર ફિલ્મની કમાણી પર પડી રહી છે. સોશિયલ મીડિયામાં ‘બોયકોટ થપ્પડ’ ટ્રેન્ડિંગ બન્યું છે. તાપસીની તસવીરો પણ પોસ્ટ કરાઇ છે, જેમાં પ્રતિભાશાળી અભિનેત્રી વિરોધ દેખાવોમાં ભાગ લેતી બતાવાઇ છે. સીએએ વિરોધી દેખાવોમાં સામેલ થનારાની સાથે અમે કદી નહીં રહીંએ, આવા સ્ટાર્સની ફિલ્મનો વિરોધ થશે જ તેવું પોસ્ટમાં લખાયું છે.
આ બાબતે તાપસીએ કહ્યું હતું કે, કલાકારોના અંગત અભિપ્રાય ક્યારેય તેમની પ્રોફેશનલ લાઈફને અસર કરતા નથી. એક્ટરના સોશિયો-પોલિટિકલ વ્યૂઝના આધારે જો લોકો નક્કી કરતા હોય કે તેઓ આ ફિલ્મ જોશે કે નહીં, તે વાત જ મૂર્ખામી જેવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter