કોમેડી-એક્શન ફિલ્મ

Monday 19th January 2015 06:09 EST
 

એક દિવસ અજુર્ન દિલ્હી આવે છે અને અચાનક રાધિકા (સોનાક્ષી સિંહા)ને કેટલાક ગુંડાઓથી બચાવે છે. રાધિકા જે ગુંડાઓથી ભાગતી હતી એ ગુંડાઓ સ્થાનિક નેતા અને ગુંડા વિજેન્દ્ર સિંહ (મનોજ બાજપાઈ)ના માણસો હતા. વિજેન્દ્ર, રાધિકાને જોતાંની સાથે પ્રેમમાં પડ્યો હતો અને હવે તેની સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. વિજેન્દ્રથી ભાગી રહેલી રાધિકાને પિન્ટુ બચાવે તો છે પણ તેની પાસેથી બધી વાત સાંભળીને તે રાધિકાને મદદ કરવા માટે પણ તૈયાર થાય છે. રાધિકાના મુદ્દે પિન્ટુ અને વિજેન્દ્ર સિંહ વચ્ચે એક જંગ શરૂ થાય છે, અને તેમાં પિન્ટુએ અનેક પડકારોનો સામનો કરવો પડે છે.

એક તબક્કે વિજેન્દ્ર સિંહ પિન્ટુના પરિવારને પરેશાન કરે છે. જોકે તે રાધિકાને છોડતો નથી અને રાધિકાની સાથે રહે છે. પિન્ટુની હિંમત જોઇને રાધિકા તેના પ્રેમમાં પડે છે અને તે પિન્ટુની સાથે જ રહેવાનું નક્કી કરે છે. હવે આગળની સ્ટોરી જાણવા આ ફિલ્મ જોવી રહી.

--------------------------

નિર્માતાઃ સંજય કપૂર, બોની કપૂર, સુનિલ એ. લુલ્લા, નરેશ અગ્રવાલ, સુરેશ મનચંદા

દિગ્દર્શકઃ અમિત શર્મા

અન્ય કલાકારઃ રાજ બબ્બર, દીપ્તિ નવલ, શ્રૃતિ હાસન વગેરે

સંગીતકારઃ સાજિદ-વાજિદ, શફાકત અલી, ઇમરાન ખાન

ગાયકઃ શ્રૃતિ હાસન, મિકા સિંહ, રીતુ પાઠક વગેરે

ગીતકારઃ કૌસર મુનિર, દાનિશ સાબરી, સાજિદ, ઇમરાન ખાન


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter