ફિલ્મ પ્રિવ્યૂઃ ‘ભોપાલ: અ પ્રેયર ફોર રેઇન’

Monday 15th December 2014 06:33 EST
 

બીજી ડિસેમ્બર, ૧૯૮૪ની ગોઝારી રાતે ભોપાલમાં આવેલી યુનિયન કાર્બાઇડની ફેકટરીમાં ઝેરી ગેસ ગળતરના કારણે એક જ રાતમાં દસ હજારથી વધુ ભોપાલવાસીઓના મૃત્યુ થયા. ગેસગળતરના કારણે અંદાજે હજારો લોકોને આજીવન બીમારીનો સામનો પણ કરવો પડ્યો. આ આખી ઘટનાને ફિલ્મમાં દિલીપ નામના એક રિક્ષા-ડ્રાઇવરના દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવી છે.

દિલીપ (રાજપાલ યાદવ) ભોપાલમાં રહે છે અને યુનિયન કાર્બાઇડમાં રિક્ષા-ડ્રાઇવરની નોકરી કરે છે. દિલીપને ખબર હતી કે કંપનીના સંચાલકો સેફ્ટી મેનેજમેન્ટ પર જરા પણ ધ્યાન આપતા નથી અને કોઈ પણ સમયે દુર્ઘટના થઈ શકે એમ છે, પણ નાણાંની લાલચમાં દિલીપ આંખ આડા કાન કરે છે. દુર્ઘટના કેવી રીતે બની, કેમ બની અને દુર્ઘટના બન્યા પછી એની તીવ્રતા ઓછી દેખાડવા કયાં પગલાં લેવામાં આવ્યાં એ બધું દિલીપને ખબર હોવા છતાં તે ચૂપ રહે છે.

મનમાં રહેલી વાત અને મનમાં રહેલો એ સંતાપ દિલીપને કેવી અસર કરે છે એ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં ઘણા બ્રિટિશ કલાકારોએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

• નિર્માતાઃ સીમાંતો રોય, રવિ વાલિયા

• દિગ્દર્શકઃ રવિકુમાર

• લેખકઃ રવિકુમાર, ડેવિડ બ્રૂક્સ

• સંગીતકારઃ અનુષ્કા શંકર

• અન્ય કલાકારઃ સતિશ કૌશિક, મનોજ જોશી વગેરે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter