ફિલ્મ રિવ્યુઃ પંગા

Monday 03rd February 2020 06:02 EST
 
 

દિગ્દર્શક અશ્વિની ઐય્યરની ફિલ્મ ‘પંગા’માં ઈમોશન, સ્ત્રી સશક્તિકરણ તથા પરિવારની વિપરીત પરિસ્થિતિઓમાંથી પસાર થઈને મહિલા પોતાના સપનાં પૂરા કરે તેવી વાત છે.
વાર્તા રે વાર્તા
ફિલ્મમાં ભોપાલની જયા (કંગના રણૌત) કબડ્ડીની સારી ખેલાડી છે. જેથી તેને રેલવેમાં નોકરી મળે છે. જયા પ્રશાંત શ્રીવાસ્તવ (જસ્સી ગિલ)ના પ્રેમમાં પડે છે અને પછી લગ્ન કરે છે. તેમના જીવનમાં દીકરા આદિ સચદેવ (યજ્ઞ ભસીન)નું આગમન છે.
પતિ તથા દીકરા માટે જયા પોતાના સપનાંઓને અધૂરા મૂકે છે. જોકે, સાત વર્ષ બાદ જયા પોતાના સપનાં પૂરા કરવા ઈચ્છે છે ત્યારે તેનો પતિ તથા દીકરો પૂરતો સાથ આપે છે.
સરળ કથાવસ્તુ ધરાવતી આ ફિલ્મમાં મહત્ત્વનું પાસું એક્ટિંગ છે. ફિલ્મમાં દરેક કલાકારની એક્ટિંગ સરસ છે. કંગના, રિચા ચઢ્ઢા તો મંજાયેલા કલાકારો છે, પણ ફિલ્મમાં યજ્ઞ ભસીનનો અભિનય પણ વખણાયો છે. આ ઉપરાંત ફિલ્મમાં ચરિત્ર કલાકારો નીના ગુપ્તા, રાજેશ તેલાંગ સહિતના એક્ટર્સથી ફિલ્મમાં
રસ જળવાઈ રહે છે. ફિલ્મમાં શંકર-અહેસાન-લોયનું સંગીત કર્ણપ્રિય છે. ગીતો ‘દિલ ને કહા...’, ‘જુગનૂ....’ તથા ટાઈટલ ટ્રેક સાંભળવા ગમે તેવા છે.
કલાકારોઃ કંગના રનૌત, રિચા ચઢ્ઢા, જસ્સી ગિલ, નીના ગુપ્તા, યજ્ઞ ભસીન
ડિરેક્ટરઃ અશ્વિની ઐય્યર
સંગીતઃ શંકર-અહેસાન-લોય


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter