ભારતવંશી અઝીઝ અન્સારી ગોલ્ડન ગ્લોબ બેસ્ટ એક્ટર

Wednesday 10th January 2018 06:19 EST
 
 

લોસ એન્જલસઃ ૭૫મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહમાં ભારતવંશી અઝીઝ અન્સારીને મ્યુઝિકલ-કોમેડી ટીવી સીરિઝની કેટેગરીમાં બેસ્ટ અભિનેતાનો એવોર્ડ એનાયત થયો છે. અઝીઝ અન્સારી ગોલ્ડન ગ્લોબ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મેળવનારા પ્રથમ એશિયન અભિનેતા છે.
‘ધ માસ્ટર ઓફ નન’ નામની ટીવી સીરિઝમાં શ્રેષ્ઠ અભિનય કરવા બદલ ભારતીય મૂળનો અઝીઝ અન્સારી ગોલ્ડન ગ્લોબની કોમિક કેટેગરીમાં બેસ્ટ અભિનેતા તરીકે નોમિનેટ થયો હતો. ૩૪ વર્ષના અંસારીને આ ટેલિવિઝન શ્રેણી માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તામિલનાડુના વતની અને કોલંબિયામાં સ્થાયી થયેલા પરિવારમાં અઝીઝનો જન્મેલા અઝીઝે ન્યૂ યોર્કમાં અભ્યાસ કર્યો છે.
તેના માતા-પિતા ડોક્ટર છે, પણ અઝીઝે અભિનય ક્ષેત્રે કારકિર્દી પસંદ કરી. ગયા વર્ષેય તેનું ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં બેસ્ટ એક્ટરની શ્રેણીમાં નોમિનેશન તો થયું હતું, પણ એવોર્ડ થોડો દૂર રહી ગયો હતો. આ કસર આ વર્ષે પૂરી થઈ હતી.
એવોર્ડ મળ્યા પછી અઝીઝે જણાવ્યું હતું કે મને આ વર્ષે કારકિર્દીનો પ્રથમ ગોલ્ડન ગ્લોબ મળી જશે એવી અપેક્ષા ન હતી. આ ટેલિવિઝન સીરિઝ માટે મારા અભિનયને બહુ પ્રશંસા મળી છે અને આ સાથે જ ગોલ્ડન ગ્લોબે પણ મારું સન્માન કર્યું છે એટલે બેવડો આનંદ થઈ રહ્યો છે. અઝીઝે પોતાનો આ એવોર્ડ તેમના માતા-પિતાને અર્પણ કર્યો છે. બેસ્ટ એક્ટરનો એવોર્ડ મેળવનારા અઝીઝ ભારતીય મૂળનો પ્રથમ અભિનેતા છે. એટલું જ નહીં, એશિયન મૂળના એક પણ અભિનેતાને અત્યાર સુધી આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું નથી. આમ તે પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ બેસ્ટ એક્ટર એવોર્ડ મેળવનાર એશિયન મૂળનો પ્રથમ અભિનેતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter