મળો કેટરિનાને તુસાદ મ્યુઝિયમમાં

Monday 30th March 2015 06:36 EDT
 
 

લંડનના મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમમાં વધુ એક બોલિવૂડ કલાકારનું પૂતળું મુકાયું છે. જોકે આ વ્યક્તિ બ્રિટિશ ઇન્ડિયન છે. નાજુક કેટરિના કૈફ અને બોલીવૂડના અન્ય છ કલાકારોના આ મ્યુઝિયમમાં મુકાયેલા મીણના પૂતળા વચ્ચે તફાવત એ છે કે અન્ય પૂતળા કંઇક અદામાં ઊભા છે. જ્યારે કેટરીનાનું પૂતળું નૃત્ય કરતી મુદ્રામાં છે. જે ભારતીય લોકનૃત્ય જેવી અદા દેખાય છે. આ પૂતળાને ૨૦ શિલ્પીઓની ટીમે ચાર મહિનાની મહેનત બાદ તૈયાર કર્યું છે. ૧. ૫૦ લાખ પાઉન્ડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ સ્ટેચ્યુનું કેટરીનાએ જ ૨૭ માર્ચના રોજ અનાવરણ કર્યું હતું. આ સ્ટેચ્યુ માટે ગત વર્ષે એક સર્વે થયો હતો, જેમાં કેટરીના અન્ય અભિનેત્રીઓ પ્રિયંકા ચોપરા અને દીપિકા પદુકોણથી આગળ હતી. ઉલ્લેખનીય છે કે, અહીં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, કરીના કપૂર તથા ઋત્વિક રોશન જેવા સિતારાના પૂતળા અહીં મુકાયેલા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter