માધુરી દીક્ષિતે જન્મદિને પોતાના ગાયેલા ગીત ‘કેન્ડલ’ની ઝલક શેર કરી

Saturday 23rd May 2020 15:51 EDT
 
 

ધકધક ગર્લ માધુરી દીક્ષિતનો ૧૫મીમેએ ૫૩મો જન્મદિવસ હતો. માધુરીએ પરિવાર સાથે તેનો જન્મદિવસ મનાવ્યો હતો. માધુરીએ જન્મદિને તેના ચાહકોને રિટર્ન ગિફ્ટ આપવાનું નક્કી કર્યું હતું. માધુરીએ હવે ગાયન પણ શરૂ કર્યું છે. તેણે તેના ગાયેલા પ્રથમ ગીતની ઝલક જન્મદિને શેર કરી હતી. ગીતનું નામ ‘કેન્ડલ’ છે અને ઝલકમાં માધુરી આ અંગ્રેજી ગીત ગાતી દેખાઈ હતી. તેણે ગીતનો પ્રિવ્યુ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ગીતની ઝલકની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરીને માધુરીએ લખ્યું હતું કે, જન્મદિવસની બધી શુભકામનાઓ અને પ્રેમ માટે આભાર. મારા ગીતનો એક્સક્લુઝિવ પ્રિવ્યૂ તમારી સાથે શેર કરી રહી છું. ગીત ટૂંક સમયમાં શેર કરીશું. ગીતનું નામ ‘કેન્ડલ’ છે. આ એક આશા સમાન છે જેની હાલના સમયમાં આપણને ખાસ જરૂર છે.
ઉલ્લેખનીય છે કે માધુરી લોકડાઉનમાં પતિ, બાળકો અને પરિવારના અન્ય સભ્યો સાથે ઘરે સમય પસાર કરી રહ્યા છે. તે તેના ડાન્સના રિયાઝના વીડિયોઝ, વર્કઆઉટ વીડિયોઝ સોશિયલ મીડિયા પર જોવા મળતા રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter