મુકેશ - લતાજીના સદાબહાર ગીતોનો લાઇવ કોન્સર્ટ : મુખ્તાર શાહ અને હેતલ નાયકની અનફરગેટેબલ મેજીક યુકે ટૂર

પંકજ સોઢા આયોજીત લંડનનો છેલ્લો સ્ટેજ શો

પંકજ સોઢા આયોજીત મુકેશ- Tuesday 10th April 2018 09:02 EDT
 
 

મુખ્તાર શાહ મશહુર ગાયક છે. વિખ્યાત પાર્શ્વગાયક સ્વ. મુકેશ જેવો જ અવાજ ધરાવતા મુખ્તાર શાહ મુકેશજીના સદાબહાર ગીતો રજૂ કરીને પ્રેક્ષકોના દિલ જીતી લે છે. સ્વ. મુકેશજીના ગીતો ગાવામાં મુખ્તાર શાહની વિશેષતા છે.

છેલ્લા ૨૫ વર્ષથી અમદાવાદમાં રહેતા મુખ્તાર શાહ નિયમિતપણે શો કરવા માટે વિદેશની મુલાકાત લે છે. ભારત તેમજ વિદેશમાં તેમનો વ્યસ્ત કાર્યક્રમ હોય છે. સળંગ ૧૩ કલાક સુધી ૧૩૦ જેટલા જુદાજુદા ગીતો ગાવા બદલ મુખ્તાર શાહને લીમ્કા બુક ઓફ રેકોર્ડ્ઝ, એશિયા બુક ઓફ રેકોર્ડ્ઝ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝના એવોર્ડ મળ્યા હતા.

આણંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ અને વીજુ શાહ સહિતના સંગીત નિર્દેશક જ્યારે પણ મુકેશ નાઈટનું આયોજન કરતા હોય છે ત્યારે તેઓ નિયમિતપણે મુખ્તાર શાહને તેમાં સામેલ કરે છે. ભારત સહિત દુનિયાભરમાં ૫૦૦૦થી વધારે સ્ટેજ શો કર્યા છે અને ૧૫થી વધુ ઓડીયો આલ્બમ પોતાના નામે છે. બે ગુજરાતી ફિલ્મોમાં તેમણે પોતાનાં અવાજ આપ્યા છે.

મુખ્તાર શાહ ગાયક ઉપરાંત વ્યવસાયે સોલિસિટર છે અને તેઓ આ બન્ને વ્યવસાયને ખૂબ ઉત્સાહપૂર્વક માણે છે.

હેતલ નાયક

હેતલ નાયક ભારતના અમદાવાદના સુવિખ્યાત ગાયિકા છે. તેઓ છેલ્લા ૧૭ વર્ષથી તેમના સૂરીલા કંઠે સુમધુર ગીતોની સુરાવલિ રેલાવી રહ્યા છે. તેમણે ગાયન ક્ષેત્રે તેમની કારકિર્દી મુખ્તાર શાહ સાથે શરૂ કરી હતી. હેતલ શાહે ભારતના સંખ્યાબંધ શહેરોમાં શો કર્યા છે અને બોલિવુડ તેમજ વિવિધ પ્રકારના ગીતો દ્વારા પ્રેક્ષકોને સૂરીલું મનોરંજન પૂરું પાડીને ખૂબ લોકપ્રિય બન્યા છે. તેઓ બહુમુખી પ્રતિભા છે અને લતા મંગેશકર, આશાજી અલકા યાજ્ઞિક, શ્રેયા ઘોષાલ સહિત બોલિવુડની મોટાભાગની લોકપ્રિય ગાયિકાઓના ગીતો તેમના સુમધુર કંઠે રજૂ કરીને પ્રેક્ષકોને રસતરબોળ કરી દે છે. શો માટે હેતલ નાયકની યુકેની આ ચોથી ટ્રિપ છે અને કાર્યક્રમ રજૂ કરવા માટે લંડન તેમનું ખાસ ગમતું શહેર છે.

લેસ્ટર, બર્મિંગહામ, ઇસ્ટ લંડન, રાયસ્લીપ ખાતેના પાંચ શો હાઇસ ફુલ થઈ ગયા હતા. છેલ્લો શો રવિવારે ૧૫ એપ્રિલના રોજ બુશી એકેડેમી - બુશી ખાતે યોજાયેલ છે. જેની થોડી જ ટિકિટ બાકી છે વહેલા તે પહેલો. સંપર્ક. પંકજ સોઢા 07985 222 186.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter