મૌની રોય અબુ ધાબીમાં ફસાઇ પડી

Friday 29th May 2020 07:10 EDT
 
 

ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી મૌની રોય છેલ્લા બે મહિનાથી અબુ ધાબીમાં ફસાઈ ગઈ છે. ચાર દિવસની તેની વર્ક ટ્રીપ કોરોનાની મહામારીના કારણે લંબાઈ ગઈ છે. તે બાળપણના તેના એક ફ્રેન્ડની સાથે રહે છે. મૌની એક મેગેઝિન શૂટ માટે માર્ચમાં યુએઈ ગઈ હતી. મૌનીએ જણાવ્યું હતું કે શૂટ પછી મેં અબુ ધાબીમાં બે અઠવાડિયાં માટે રોકાવાનો નિર્ણય કર્યો હતો કે કેમ કે મારો આગામી પ્રોજેક્ટ ૧૫મી એપ્રિલે જ શરૂ થવાનો હતો. જોકે મેં કલ્પના નહોતી કરી કે, દુનિયાના દરવાજા બંધ થઈ જશે. હું અહીં ચાર દિવસના કપડાંની સાથે ફસાઈ છું. કોરોનાના કારણે તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ રદ કરાતાં મૌની પાસે અબુ ધાબીમાં રહેવા સિવાય કોઈ ઓપ્શન નહોતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter