રાજકુમાર રાવ સાથે ‘રુહ-અફ્ઝા’માં ડબલ રોલમાં દેખાશે જ્હાનવી કપૂર

Wednesday 03rd April 2019 10:42 EDT
 
 

‘ધડક’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર જહાનવી કપૂરને વધુ એક મોટી ફિલ્મ મળી છે. તે રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘રુહ-અફ્ઝા’માં જોડી જમાવશે. નિર્માતા દિનેશ વિઝનની ફિલ્મ ‘રુહ-અફ્ઝા’માં વરુણ શર્મા પણ દેખાશે.
દિનેશે એક નિવેદનમાં કહ્યું કે, ‘રુહ-અફ્ઝા’ માટે અમારે એવા અભિનેતાઓની જરૂર હતી જે આ ભૂમિકામાં સરળતાથી ઢળી જાય. રાજકુમાર રાવ અને વરુણ શાનદાર અભિનેતા છે. બંને પોતાના અંદાજમાં સરસ કોમેડી કરે છે. જહાનવી આ ફિલ્મમાં ડબલ રોલમાં છે જહાનવીના પાત્રોનાં નામ રુહી અને અફસાના રહેશે.
નિર્માતાએ જ્હાનવી વિશે કહ્યું કે, મુખ્ય અભિનેત્રી માટે અમે એવા કલાકારની શોધમાં હતા જે બે અલગ અલગ વ્યક્તિત્વની ભૂમિકાને સહજતાથી નિભાવી શકે અને જ્હાનવી એમાં ખરી ઉતરી. તે વાસ્તવમાં કિરદાર સાથે જોડાઈ ગઈ. ફિલ્મની પટકથામાં તાજગી છે અને અભિનેત્રી પણ એવી જ છે. આ ફિલ્મનું નિર્દેશન હાર્દિક મહેતા કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter