રિચા ચઢ્ઢા હવે ‘મેડમ ચિફ મિનિસ્ટર’ બનશે

Wednesday 19th February 2020 06:05 EST
 
 

રિચા ચઢ્ઢા હવે તેની આગામી ફિલ્મમાં મુખ્ય પ્રધાનના પાત્રમાં જોવા મળશે. દિગ્દર્શક સુભાષ કપૂર રિચાને લઇને ‘મેડન ચિફ મિનિસ્ટર’ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. રિચા ચઢ્ઢાની આ ફિલ્મમાં તેની સાથે અક્ષય ઓબેરોય, માનવ કૌલ તથા સૌરવ શુકલ હશે. મેડમ ચિફ મિનિસ્ટર ૧૭ જુલાઇએ રિલીઝ થશે એવું પણ જાહેર થયું છે. આ જ દિવસે અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘ચહેરે’ પણ રિલીઝ થવાની છે. રિચા છેલ્લે કંગના રણૌત સાથે ફિલ્મ ‘પંગા’માં જોવા મળી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter