લોકડાઉનમાં હૃતિક રોશને ૨૩ કલાકનો ઉપવાસ કર્યો!

Saturday 30th May 2020 07:11 EDT
 
 

લોકડાઉનમાં પણ એવા ઘણા સ્ટાર્સ છે જેઓ પોતાની ફિટનેસ પર વધુ ધ્યાન આપી રહ્યાં છે. હૃતિક રોશન પોતાના ડાન્સ અને ફિટ બોડી માટે જાણીતો છે. તેથી જ તે હિંદી સિનેમાના ગ્રીક મેન તરીકે જાણીતો છે. છેલ્લે તેની વોર ફિલ્મ રૂપેરી પડદે રિલીઝ થઇ હતી, જેમાં તેની બોડી જોઇને લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.
લોકડાઉનમાં હૃતિક રોશને પોતાને ફિટ રાખવા માટે ૨૩ કલાકનો ઉપવાસ રાખ્યો હતો. તેણે આ વાત લોકો સાથે શેર પણ કરી હતી. તેણે એક પોસ્ટ શેર કરી હતી જેમાં પોતાની તસવીર શેયર કરતાં લખ્યું હતું કે, ૨૩ કલાકોને ઉપવાસ. હેશટેગ હેલ્ધી લિવિંગ. આ સાથે તેણે પોતાના પ્રશંસકો સાથે થોડી ટિપ્સ પણ શેર કરી હતી. જેમાં તેણે વિટામિન ડી લેવાની ખાસ સલાહ આપી હતી. તડકામાં ૧૫ મિનિટ બેસવા અથવા તો ઊભા રહેવાની સલાહ તેણે આપી હતી. ઉલ્લેખનીય છે કે, હૃતિક રોશનને તાજેતરમાં દુનિયાનો સેક્સિએસ્ટ એશિયન મેનનો ખિતાબ મળ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter